LUNAWADAMAHISAGARUncategorized

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ફતેપુરાના લાભાર્થીનું પાકા મકાનનું સ્વપ્ન સાકાર થયું

વાત્સલ્ય સમાચાર આસીફ મહીસાગર

ચોમાસામાં કાચા મકાનમાં પાણી ભરાઈ જતું હતું, પાકું મકાન બનતા આ સમસ્યા દૂર થઇ :  ભલાભાઈ રાયજીભાઈ પટેલીયા

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ફતેપુરાના લાભાર્થીનું પાકા મકાનનું સ્વપ્ન સાકાર થયું

કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેકવિધ જન કલ્યાણકારી યોજનાઓ અમલમાં છે ત્યારે લાખો જરૂરિયાતમંદ લાભાર્થીઓ માટે આશીર્વાદરૂપ બની રહેલી યોજના એટલે પ્રધાનમંત્રી આવાસ યોજના, આ યોજના થકી અનેક જરૂરિયાતમંદ લોકોનું પોતાના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે જે અંતર્ગત મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ફતેપુરાના રહેવાસી  ભલાભાઈ રાયજીભાઈ પટેલીયા ને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળ્યો છે. ફતેપુરાના રહેવાસી ભલાભાઈ પટેલીયા ખેતી તથા પશુપાલન કરીને પોતાનું ઘર ચલાવે છે અને અગાઉ કાચા મકાનમાં રહેતા હતા. સરકાર ની યોજનાનો લાભ મળતા તેમણે ૦૨ રૂમ રસોડાનું પાકુ મકાન બનાવ્યું છે.

આ અંગે ખુશી વ્યક્ત કરતા લાભાર્થી ભલાભાઈ પટેલીયા એ જણાવ્યું કે, હું અને મારો પરિવાર પહેલા કાચા ઝુપડામાં રહેતા હતાં તેમા ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો જેમાં શિયાળામાં ઠંડી,ઉનાળામાં ગરમી અને ચોમાસામાં વરસાદ વાવાઝોડા થી ઘણી મુશ્કેલીઓ પડતી તેમજ અમારો વિસ્તાર ઝાડી ઝાંખરા થી ઘેરાયેલ હોય ઝેરી જાનવર નો પણ ભય કાયમ સતાવતો રાત્રે ઘણી વખત ઉજાગરા પણ કરવા પડતા સારું થજો આ સરકારનું કે જેણે અમારા જેવા ગરીબ ગ્રામીણો માટે રહેવાનું પાકું છત્ર આપ્યું મને વર્ષ ૨૦૨૨-૨૦23માં સરકાર દ્રારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અરજી કરતાં મને મકાન બનાવવા રૂા. ૧,૨૦,૦૦૦/- ની સહાય મળી તેમજ મજૂરી પેટે ૧૬,000 સહાય મળી.તે માંથી મે મારાં કાચા મકાન ની જગ્યાએ નવીન સુંદર પાકું ધાબાવાળું મકાન બનાવ્યું છે.હવે ઉપરોકત કોઇ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો નથી તેમજ આ મકાનમાં શૌચાલયની પણ સગવડ મળી છે

ભલાભાઈ પટેલીયાએ ઉમેર્યુ કે, મારા પરિવારમાં અમે ત્રણ સભ્ય છીએ. ખેતી તથા પશુપાલન કરીને પોતાનું ગુજરાન ચલાવું છું.સરકાર ની વિવિધ યોજનાનો લાભ પણ મળ્યો છે.પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ ની રકમ ડી.બી.ટી મારફતે સીધા મારા બેન્ક ખાતા માં રૂપિયા ૬૦૦૦ જમા થાય છે .તેમજ વાસમો યોજના અતર્ગત પાણી નું કનેક્શન પણ મને મળેલ છે.સરકાર ધ્વારા આરોગય સાથે જીવન જરૂરિયાતની તમામ સુવિધાઓ પૂરી પાડી છે. જેથી મારા માટે પાકું મકાન બાંધવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મળેલી સહાયતા ખૂબ મહત્ત્વની છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ખૂબ ખૂબ આભાર

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!