MORBI:મોરબીમાં યુવકનું અપહરણ: રૂ. 13 લાખ માટે પાંચ શખ્સોએ યુવકને ઢોર માર માર્યો

MORBI:મોરબીમાં યુવકનું અપહરણ: રૂ. 13 લાખ માટે પાંચ શખ્સોએ યુવકને ઢોર માર માર્યો
મોરબી: શહેરના ભક્તિનગર સર્કલ નજીકથી એક યુવકનું ફિલ્મી સ્ટાઈલે અપહરણ કરી, રૂ. 13 લાખની ઉઘરાણી માટે તેને ગોંધી રાખી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે મોરબી સિટી એ ડિવિઝન પોલીસે પાંચ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મહેન્દ્રનગરની ધર્મ મંગલ સોસાયટીમાં રહેતા વિશાલભાઈ રાજેશભાઈ શેરસીયા (ઉ.વ. 29) એ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, નાણાકીય લેવડદેવડના મુદ્દે આ વિવાદ સર્જાયો હતો. જ્યારે વિશાલભાઈ ભક્તિનગર સર્કલ પાસે આવેલા એક મંડપ સર્વિસના ગોડાઉને હતા, ત્યારે આરોપીઓ ક્રેટા કાર (નંબર: GJ-36-AF-8771) લઈને ત્યાં ધસી આવ્યા હતા. આરોપીઓએ યુવકને જબરદસ્તીથી કારમાં બેસાડી અપહરણ કર્યું હતું.યુવકને લોખંડની કોશ અને હથોડી જેવા હથિયારો વડે માર મારવામાં આવ્યો હતો.બળજબરી: રૂ. 13 લાખ પડાવવા માટે યુવકને જાંબુડીયા પાસે આવેલા હિમાલીયા કારખાનામાં ગોંધી રાખ્યો હતો અને તેનો મોબાઈલ પણ આંચકી લીધો હતો.જો પૈસા ન આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.પોલીસે પાંચ શખ્સો સામે ગુનો નોંધ્યો છે:જેમા ગીરીશભાઇ મગનભાઇ આખજા,રાજુભાઇ ઝાલા આહીર,ભરતભાઇ બાટી ગઢવી,અલ્તાફભાઇ જીવાણી,ઇમરાન ઉર્ફે ગટ્ટી પોલીસ કાર્યવાહી,મોરબી સિટી એ ડિવિઝન પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો હેઠળ 308(5):140(2): અપહરણ127(2), 115(1), 351(2): ગેરકાયદે અટકાયત, ઈજા પહોંચાડવી અને ધમકી આપવી જી.પી. એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.









