GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારાની સખપર પ્રાથમિક શાળામાં પતંગોત્સવ ઉજવાયો.

TANKARA:ટંકારાની સખપર પ્રાથમિક શાળામાં પતંગોત્સવ ઉજવાયો.

 

 

સખપર (ટંકારા) : સરકારી શ્રી સખપર પ્રાથમિક શાળા, સખપર ખાતે મકરસંક્રાંતિ નિમિત્તે પતંગ ઉત્સવનું આનંદમય આયોજન કરવામાં આવ્યું. તારીખ 13 જાન્યુઆરી 2026 (મંગળવાર) ના રોજ યોજાયેલા આ ઉત્સવમાં શાળાના વિદ્યાર્થીઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો.

આ કાર્યક્રમ માટે શાળાના ઉત્સાહિત અને હંમેશા તત્પર આચાર્યશ્રી હેમંતભાઈ ભાગીયા ની માર્ગદર્શનરૂપ ભૂમિકા રહી. ઉપરાંત શાળા પરિવારના શિક્ષકો શ્રી રણજીતસિંહ બારડ, શ્રી ઘનશ્યામભાઈ હરણેશા, માધુરીબેન બકુત્રા તથા શ્રી ધવલભાઈ ચીકાણી એ કાર્યક્રમને સુંદર રીતે સફળ બનાવ્યો.

ઉત્સવમાં બાલવાટિકા થી ધોરણ ૮ સુધીના તમામ બાળકો સામેલ રહ્યા. ઉપરાંત શાળાના બાળકોના નાના-મોટા ભાઈ બહેનો તેમજ ગામમાં ઉતરાયણ માટે આવેલા બહારગામના બાળકો (ભલે શાળામાં ભણતા ન હોય) એવા તમામ બાળકોને પણ આ કાર્યક્રમમાં સામેલ કરવામાં આવ્યા.

આ પ્રસંગે શાળાના સ્ટાફ દ્વારા પોતાના ખર્ચે દરેક બાળકને પતંગ, તેમજ મમરાના લાડુ, તલની ચીકી અને માંડવીની ચીકી નું એક-એક પેકેટ વિતરણ કરવામાં આવ્યું.

સવારે 8:00 વાગ્યે, ગુલાબી ઠંડી અને સુરતી વાતાવરણ વચ્ચે, શાળાથી અંદાજે 300 મીટર દૂર આવેલા એક મોટા ટેકરા પર ખુલ્લા મેદાનમાં પતંગોત્સવ યોજાયો. મુક્ત વાતાવરણ, મનગમતી મોકળાશ અને આનંદનો માહોલ જામતા બાળકોના હર્ષભર્યા અવાજોથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું. ચીકી અને લાડુ સાથે તહેવારની મીઠી ઉજવણીમાં બાળપણ અને ઉતરાયણનો સુંદર સંગમ જોવા મળ્યો.

આ રીતે સમગ્ર કાર્યક્રમ હસતા ચહેરા અને આનંદ સાથે સંપન્ન થયો. શાળામાં ક્લાસરૂમ ભણતર ઉપરાંત આવી પ્રવૃત્તિઓ નિયમિત રીતે યોજાતી રહે છે. આવનારા સમયમાં હોળી ઉત્સવ પણ વધુ બમણા ઉત્સાહથી ઉજવવાની તૈયારી હોવાનું શાળા પરિવાર દ્વારા જણાવાયું.

Back to top button
error: Content is protected !!