MORBI:મોરબીની પી.જી. પટેલ કોલેજમાં જન્માષ્ટમી શીર્ષક હેઠળ કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો

MORBI:મોરબીની પી.જી. પટેલ કોલેજમાં જન્માષ્ટમી શીર્ષક હેઠળ કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો
શિક્ષણની સાથે સાથે તહેવારોની રંગારંગ ઉજવણી દ્વારા વિદ્યાર્થીમાં સાંસ્કૃતિક મૂલ્યોના ઘડતર માટે આગવી નામના ધરાવતી એવી મોરબીની પીજી પટેલ કોલેજમાં આજરોજ તારીખ 23/8/2024 અને શુક્રવારના રોજ પ્રમુખશ્રી દેવકરણભાઈ અને આચાર્ય ડો.રવિન્દ્રભટ્ટ ના પ્રેરણા અને માર્ગદર્શનહેઠળ *રોજે રોજ જન્માષ્ટમી* એવા શીર્ષક હેઠળ શ્રીકૃષ્ણ જન્મોત્સવનું સાંસ્કૃતિક આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં કોલેજના વિદ્યાર્થીઓએ શ્રીકૃષ્ણના જીવન ચરિત્ર ઉપર અલગ-અલગ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી અને કાર્યક્રમના અંતે જન્માષ્ટમી મહોત્સવ અંતર્ગત શ્રીકૃષ્ણ જન્મનો ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. સમગ્ર કોલેજ નું પ્રાંગણ જ્યારે ગોકુળીયુ અને વૃંદાવન બની ગયું હતું.આ કાર્યક્રમમાં પી.જી પટેલ કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા







