GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી RTOની પ્રશંસનીય પહેલ : APMC ખાતે 50 વાહનોમાં રેડિયમ લગાવી માર્ગ સલામતી માટે મજબૂત પગલું

 

MORBI:મોરબી RTOની પ્રશંસનીય પહેલ : APMC ખાતે 50 વાહનોમાં રેડિયમ લગાવી માર્ગ સલામતી માટે મજબૂત પગલું

 

 

(રીપોર્ટ મોહસીન શેખ દ્વારા મોરબી) મોરબી જિલ્લામાં વધતા માર્ગ અકસ્માતોને અટકાવવાના ઉદ્દેશ સાથે સક્રિય જિલ્લા માર્ગ સલામતી સમિતિના માર્ગદર્શન હેઠળ મોરબી RTO વિભાગ દ્વારા આજે મોરબી APMC ખાતે માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

RTO ઇન્સ્પેક્ટર શ્રી આર. એ. જાડેજાના નેતૃત્વ હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં ખેડૂતો તથા વાહનચાલકોને માર્ગ સલામતી અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ખાસ કરીને, APMCમાં મોટા પ્રમાણમાં ટ્રેક્ટર-ટ્રોલી દ્વારા આવનાર ખેડૂતોને ધ્યાનમાં રાખીને રાત્રીના અકસ્માતો ટાળવા માટે વિશેષ તકેદારી લેવામાં આવી હતી.

આ જાગૃતિ કાર્યક્રમ દરમિયાન ટ્રેક્ટર-ટ્રોલી, રિક્ષા, ટ્રક અને પિકઅપ સહિત કુલ અંદાજે 50 વાહનોમાં રેડિયમ સ્ટિકર્સ લગાવવામાં આવ્યા, જેથી રાત્રીના સમયે માર્ગ પર ચાલતા વાહનો સરળતાથી દેખાઈ શકે અને અકસ્માતોની શક્યતા ઘટાડી શકાય.

RTO અધિકારીઓ દ્વારા ડ્રાઇવરોને માર્ગ નિયમોનું પાલન, રિફ્લેક્ટરનો ઉપયોગ અને સલામત વાહનચાલન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કામગીરીને ખેડૂતો તથા વાહનચાલકો તરફથી પણ સારો પ્રતિસાદ મળ્યો હતો.

મોરબી RTO વિભાગની આ પ્રોઆેક્ટિવ અને લોકહિતકારી કામગીરીથી જિલ્લામાં માર્ગ સલામતીનું સ્તર વધુ મજબૂત બનશે અને અકસ્માતોમાં નોંધપાત્ર ઘટાડો લાવવામાં મદદ મળશે.મોરબી RTOની આ પહેલ માર્ગ સલામતી માટે અન્ય જિલ્લાઓ માટે પણ પ્રેરણારૂપ બનશે.

Back to top button
error: Content is protected !!