WAKANER વાંકાનેર બાઉન્ડ્રી પાસે LCBએ રૂ.1.93 કરોડનો વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપી લીધો

WAKANER વાંકાનેર બાઉન્ડ્રી પાસે LCBએ રૂ.1.93 કરોડનો વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપી લીધો
રાજકોટ-ચોટીલા હાઈવે પર સુગર એન સ્પાઈસ હોટલ પાસે પોલીસની કાર્યવાહી; કુલ રૂ.2.18 કરોડનો મુદ્દામાલ જપ્ત
રાજકોટ-ચોટીલા હાઈવે પર વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી મોરબી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ વિદેશી દારૂનો વિશાળ જથ્થો ઝડપી પાડીને બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે. પોલીસે અંદાજે 1.93 કરોડ રૂપિયાની કિંમતનો દારૂ-બિયર અને ટ્રક સહિત કુલ ₹2.18 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.
મોરબી જિલ્લા LCBના PI એમ.પી. પંડ્યાને મળેલી ચોક્કસ બાતમીના આધારે વાંકાનેર બાઉન્ડ્રી પાસે આવેલી ‘સુગર એન સ્પાઇસ’ હોટલ નજીક વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન શંકાસ્પદ ટ્રક (નંબર: RJ 14 GP 4506) ને અટકાવી તલાશી લેતા તેમાંથી દારૂ અને બિયરનો મસમોટો જથ્થો મળી આવ્યો હતો.કરેલી કાર્યવાહી અને ધરપકડ ઝડપાયેલ મુદ્દામાલ: ટ્રકમાંથી દારૂ અને બિયરની કુલ 31,752 બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ.1,93,47,360 થાય છે. પોલીસે રૂ.25 લાખનો ટ્રક, રૂ.3,200 રોકડા અને રૂ.5,000નો મોબાઈલ ફોન મળી કુલ રૂ.2,18,55,560 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ટ્રક ચાલક લલિતકુમાર પ્રતાપજી ખરાડી (રહે. ઝહેરાઝ, રાજસ્થાન) ની ઘટનાસ્થળેથી ધરપકડ કરવામાં આવી છે.વાંકાનેર તાલુકા પોલીસ મથકે આ મામલે ગુનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે: દારૂનો આટલો મોટો જથ્થો કોણે મોકલ્યો હતો? આ જથ્થો ગુજરાતમાં કયા સ્થળે અને કોને પહોંચાડવાનો હતો?ટ્રક માલિકની આમાં શું ભૂમિકા છે? તપાસ દરમિયાન જે કોઈના પણ નામ ખુલશે, તે તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે









