GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના પીપળ નજીક દારૂના કટીંગ સમયે એલસીબીની ટીમ ત્રાટકી

MORBI:મોરબીના પીપળ નજીક દારૂના કટીંગ સમયે એલસીબીની ટીમ ત્રાટકી

 

 

મોરબી ક્રાઈમબ્રાન્ચે પીપળી નજીક બાતમીને આધારે દરોડો પાડી માટીની આડમાં લાવવામાં આવેલ વિદેશી દારૂનું કટિંગ થાય તે પૂર્વે જ સપાટો બોલાવી રૂપિયા 3,45,600 લાખનો વિદેશી દારૂ તેમજ ટ્રક અને ઈનોવા સહિત 39,05,404નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જો કે, દરોડા દરમિયાન આરોપીઓ હાથ લાગ્યા ન હતા. વિદેશી દારૂનો આ જથ્થો મોરબીના શખ્સે મંગાવ્યો હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના પીપળી ગામની સીમમાં મનીષ કાંટા પાસે શિવ કોમ્પ્લેક્સ પાછળ વિદેશી દારૂનું કટિંગ થઈ રહ્યું હોવાની બાતમીને પગલે ક્રાઇમબ્રાન્ચે દરોડો પાડતા સ્થળ ઉપરથી માટી ભરેલા ટ્રક નંબર આરજે – 36 – જીબી -3434 મા છુપાવવામાં આવેલ વિદેશી દારૂની 3456 બોટલ કિંમત રૂપિયા 3,45,600 મળી આવી હતી. આ ઉપરાંત બનાવ સ્થળે જીજે – 06 – કેએચ – 2435 નંબરની ઈનોવા કિંમત રૂપિયા 10 લાખમા પણ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.જો કે, દરોડા દરમિયાન આરોપીઓ હાજર નહિ મળી આવતા ટ્રક ચાલક, તેમજ દારૂનો જથ્થો મોકલનાર વિરુદ્ધ ગુન્હો નોંધવાની સાથે વિદેશી દારૂનો આ જથ્થો મંગાવનાર મોરબીના મહેન્દ્રનગર જીઈબી પાછળ રહેતા આરોપી ઉદયભાઈ જોરુભાઈ કરપડાએ મંગાવ્યો હોવાનું ખુલતા ત્રણેય ઈસમો તેમજ તપાસમાં જે ખુલે તે તમામ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવી કુલ રૂ.39,05,404નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!