MORBI:મોરબીની ઓમ વિદ્યાવાસીની પીટીસી કોલેજના તાલીમાર્થી દ્વારા માધાપરવાડી કુમાર/કન્યા શાળામાં પાઠ નિરીક્ષણ

MORBI:મોરબીની ઓમ વિદ્યાવાસીની પીટીસી કોલેજના તાલીમાર્થી દ્વારા માધાપરવાડી કુમાર/કન્યા શાળામાં પાઠ નિરીક્ષણ
મોરબીની ઓમ વિદ્યાવાસીની પીટીસી કોલેજના તાલીમાર્થીઓએ વિદ્યાર્થીઓને કેવી રીતે ભણાવાય ? એનું પ્રત્યક્ષ જ્ઞાન મેળવ્યું
મોરબી, અત્રેની ઓમ વિદ્યાવાસીની પીટીસી કોલેજમાં પ્રાથમિક શિક્ષક બનવા માટે પીટીસીની તાલીમ કે જે હવે ડી.એલ.એડ.તરીકે ઓળખાય છે,એની તાલીમ પ્રાપ્ત કરતાં પ્રથમ વર્ષના 56 જેટલા પ્રથમ વર્ષના તાલીમાર્થીઓ માધાપરવાડી કુમાર- કન્યા શાળાની મુલાકાત લઈ બાલવાટિકાથી ધો.8 આઠમાં શિક્ષકો દ્વારા ભણાવવામાં આવતા પાઠનું નિરીક્ષણ કર્યું અને જરૂરી નોંધો તૈયાર કરી હતી,શરૂઆતમાં શાળાના પ્રિન્સિપાલ અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ દિનેશભાઈ વડસોલાએ શાળાનો પરિચય, શાળામાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ તેમજ પીટીસીનું મહત્વ, શિક્ષકોનું મહત્વ, શિક્ષકોના વ્યવસાયની ગરિમા,કેવી રીતે અધ્યયન કરવું અને કેવી રીતે અધ્યાપન કરાવવું તેંની વિસ્તૃત સમજ આપી હતી ત્યારબાદ બધા તાલીમાર્થી ત્રણ ત્રણની જોડીમાં માધાપર કુમાર અને કન્યા એમ બંને શાળાના બાલવાટીકાથી ધો.8 આઠના વર્ગોમાં બેસીને પાઠ નિરિક્ષણ કરી પ્રત્યક્ષ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું તાલીમાર્થીઓ સાથે કોલેજના પ્રાધ્યાપક કેતન જોષી જોડ્યા હતા અને એમને પણ તાલીમાર્થીઓને તાલીમ આપી હતી,સાથે બીજા અધ્યાપકો પણ જોડાયા હતાં.







