GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા ભારતનગરમા ત્રણ દિવસમાં મકાન ખાલી કરવા આપી નોટીસ આપતા સ્થાનિક રહીશો કચેરીએ દોડી આવ્યા

MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા ભારતનગરમા ત્રણ દિવસમાં મકાન ખાલી કરવા આપી નોટીસ આપતા સ્થાનિક રહીશો કચેરીએ દોડી આવ્યા

 

 

જો ભાડે બીજે ઘર મળશે તો જઈશું નહીંતર ત્યાં ને ત્યાં ઝુંપડા બાંધીને રહીશું‌: સ્થાનિક રહીશો

મોરબીના સામાકાંઠે આવેલ ભારતનગરમાં નવું ફાયર સ્ટેશન મંજુર થયું હોય, આ વિસ્તારમાં આવેલા મકાનના દબાણોને નોટિસ ફટકારવામાં આવતા મોટી સંખ્યામાં રહેવાસીઓ આજે મોરબી મહાનગરપાલિકા કચેરીએ રજૂઆત કરવા દોડી આવ્યા હતા. જેથી કમિશનર દ્વારા 10 દિવસની મુદત આપવામાં આવી છે.


મોરબી-2ના ભારતનગરના રહેવાસી જણાવ્યું હતું કે, અમે ભારતીનગરમાં છેલ્લા 50 વર્ષથી રહીએ છીએ.સોસાયટીમાં 200-250 જેટલા ઘર છે. કાલે તંત્ર દ્વારા અમોને નોટીસ આપવામાં આવી છે અને ત્રણ દિવસમાં ઘર ખાલી કરવા જણાવ્યું છે. જેથી આજે અમે મોરબી મહાનગરપાલિકા કચેરીએ કમિશનર સમક્ષ રજૂઆત કરી છે. તેઓએ કહ્યું છે કે, 10 દિવસથી વધુ સમય આપી શકાશે નહીં. તો આટલા દિવસમાં અમારે બીજે ક્યાં ઘર ગોતવું ? અમોને આવાસના મકાન ફાળવવાના હતા તે પણ પાસ થયા નથી. અમારી સોસાયટીના લોકો નાના માણસો હોય ભાડુ ભરી શકે તેવી સ્થિતિમાં નથી. અમે આવાસ ફાળવવા રજૂઆત કરી તો ફરીથી ફોર્મ ભરવા જણાવ્યું છે.

Back to top button
error: Content is protected !!