GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી શનાળા હાઈવે પર સ્પીડ બ્રેકરના મુદ્દે સ્થાનિકોનો હલ્લાબોલ, રાજપર ચોકડીએ ચક્કાજામ

 

 

MORBI:મોરબી શનાળા હાઈવે પર સ્પીડ બ્રેકરના મુદ્દે સ્થાનિકોનો હલ્લાબોલ, રાજપર ચોકડીએ ચક્કાજામ

 


​મોરબી: શહેરના શનાળા નજીક હાઈવે પર યોગ્ય સ્પીડ બ્રેકર મૂકવાની માંગ સાથે આજે સ્થાનિક રહીશોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. રોષે ભરાયેલા લોકોએ રાજપર ચોકડી પાસે એકત્રિત થઈને ‘રસ્તા રોકો’ આંદોલન છેડતા હાઈવે પર વાહનવ્યવહારના પૈડાં થંભી ગયા હતા અને કિલોમીટરો લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.



​સ્થાનિકોના જણાવ્યા અનુસાર, અગાઉ તંત્ર દ્વારા આ વિસ્તારમાં જે મોટા બમ્પ બનાવવામાં આવ્યા હતા, તેના કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાતી હતી. આ મુદ્દે રજૂઆતો બાદ તંત્રએ મોટા બમ્પ હટાવીને નાના બમ્પ નાખ્યા હતા. જોકે, આ નવા બમ્પની કામગીરીમાં લોલમલોલ ચાલતી હોય તેમ, તેની ગુણવત્તા અત્યંત નબળી હોવાથી તે ગણતરીના દિવસોમાં જ તૂટી ગયા હતા.
​​નબળી ગુણવત્તા: નવા નંખાયેલા સ્પીડ બ્રેકર થોડા જ દિવસોમાં ઉખડી ગયા.​અકસ્માતનું જોખમ: યોગ્ય બમ્પ ન હોવાથી હાઈવે પર વાહનોની ગતિ બેફામ બને છે, જે અકસ્માતને નોતરે છે.​તંત્રની બેદરકારી: વારંવારની રજૂઆતો છતાં નક્કર કામગીરી ન થતા લોકોનો રોષ ફાટી નીકળ્યો.

​ચક્કાજામના સમાચાર મળતા જ મોરબી પોલીસનો કાફલો તાત્કાલિક રાજપર ચોકડી પહોંચ્યો હતો. રોડની બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી જતા મુસાફરો અને વાહનચાલકો અટવાયા હતા. પોલીસ અધિકારીઓ દ્વારા હાલ સ્થાનિકોને સમજાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેથી ટ્રાફિક પૂર્વવત કરી શકાય.​સ્થાનિકોનું અલ્ટીમેટમ: “જ્યાં સુધી હાઈવે પર યોગ્ય ગુણવત્તાયુક્ત સ્પીડ બ્રેકર બનાવવાની કામગીરી પ્રત્યક્ષ રીતે શરૂ કરવામાં નહીં આવે, ત્યાં સુધી ચક્કાજામ હટાવવામાં આવશે નહીં.”

.જો કે અંતે પોલિસે એક્શનમાં આવી સ્થાનિકોને રોડ ઉપરથી હટાવી ચક્કાજામ દૂર કર્યો છે.શનાળા હાઈવે ઉપરનું ગામ હોય અહીં દરરોજ મોટી સંખ્યામાં લોકો અને વાહનો રોડ ક્રોસ કરતા હોય છે. ત્યારે અહીં તાજેતરમાં જ નાખેલા નબળી ગુણવત્તાના સ્પીડ બ્રેકર કોઈએ કાઢી નાખ્યા હતા. જેના કારણે સ્થાનિકો ઉપર અકસ્માતનું જોખમ તોળાઈ રહ્યું હોય વારંવારની રજૂઆતો અને તંત્રની ઘોર બેદરકારીથી કંટાળીને આજે લોકોએ રાજપર ચોકડીએ રસ્તા પર ઉતરી ચારેય તરફનો ટ્રાફિક રોકી દીધો હતો, જેના કારણે બંને બાજુ વાહનોની ખૂબ જ લાંબી કતારો લાગી ગઈ હતી.

જોકે, બનાવની જાણ થતાં 30 થી 40 જેટલા પોલીસ જવાનો અને અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. શરૂઆતમાં પોલીસે સ્થાનિકોને સમજાવ્યા હતા પણ સ્થાનિકો સ્પીડ બ્રેકર જ્યા સુધી બનાવવાનું શરૂ નહીં થાય ત્યાં સુધી ચક્કાજામ ચાલુ રાખવા અડગ હતા. બાદમાં ટ્રાફિક જામને પગલે તમામ પોલીસ જવાનોએ રસ્તા પર આવીને વિરોધ કરી રહેલા લોકોને ત્યાંથી દૂર કર્યા હતા. પોલીસે હસ્તક્ષેપ કરી લોકોને હટાવ્યા બાદ છેવટે આ ટ્રાફિક જામ ખોલવામાં આવ્યો હતો અને વાહનવ્યવહાર પૂર્વવત કરવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!