GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER:વાંકાનેર નજીક ઓનલાઇન ગેમિંગમાં રૂપિયા હારી જતા યુવકે ઝેરી દવા પી જીવન ટુંકાવ્યું

WANKANER:વાંકાનેર નજીક ઓનલાઇન ગેમિંગમાં રૂપિયા હારી જતા યુવકે ઝેરી દવા પી જીવન ટુંકાવ્યું

 

 

વાંકાનેર: ઓનલાઇન ગેમ રમવાના રવાડે ચડેલા આજના યુવાધન માટે આંખ ઉઘડતો કિસ્સો સામે આવ્યો છે જેમાં વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ મોટો સીરામીક કંપનીમાં રહેતા મૂળ હાર્દિશંકર થાના.ગોવિંદગઢ જી.રેવા મધ્યપ્રદેશના વતની પ્રિન્સસિંહ તીલકધારીસિંહ ઉવ.૧૯ નામનો યુવક મોબાઇલમાં જુબી લુડો ઓનલાઇન ગેમ રમતો હોય ત્યારે આ ઓનલાઇન ગેમમાં ૪૦,૦૦૦ રૂપિયા હારી જતા ટેન્શનમાં આવી ગયો હોય જેથી આ યુવકે ગઈ તા.૨૩ જાન્યુઆરીના રોજ મોરબી વાંકાનેર નેશનલ હાઇવે ઢુવા ચોકડી પાસે આવેલ પુલ નીચે પોતાની જાતે ઉંદર મારવાની દવા પી લેતા તેને સારવાર અર્થે પ્રથમ પ્રાથમીક સારવાર મોરબી સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવારમાં મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જે બાદ યુવકને તેના પરિવારજનો દ્વારા વધુ સારવાર અર્થે જબલપુર (મધ્યપ્રદેશ) નેશનલ હોસ્પિટલમાં સારવારમાં લઈ ગયેલ હોય જ્યા તા.૨૯/૦૧ ના રોજ સારવાર દરમિયાન પ્રિન્સસિંહનું મૃત્યુ નીપજ્યું હતું. હાલ મધ્યપ્રદેશ પોલીસ મથક પોલીસે ઇન્કવેસ્ટ પંચનામાં સહિતના કાગળો વાંકાનેર તાલુકા પોલીસ મથકે મોકલતા મૃત્યુના બનાવ અંગે અ. મોતની નોંધ કરી છે.

Back to top button
error: Content is protected !!