GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીની માધાપરવાડી શાળામાં મધ્યાહન ભોજન યોજના અંતર્ગત તાલુકાકક્ષાની કુકિંગ કોમ્પિટિશન યોજાઈ

 

MORBI:મોરબીની માધાપરવાડી શાળામાં મધ્યાહન ભોજન યોજના અંતર્ગત તાલુકાકક્ષાની કુકિંગ કોમ્પિટિશન યોજાઈ

 

 

મોરબીમાં ગુજરાત રાજ્યની પરંપરાગત સ્વાસ્થ્યપ્રદ વાનગીઓની થીમ સાથે કુકિંગ કોમ્પિટિશન યોજાઈ

પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળા મોરબી ખાતે પીએમ પોષણ યોજના અંતર્ગત વિવિધ વાનગીઓ બનાવી સ્પર્ધા યોજાઈ

 

મોરબી સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા પી.એ.પોષણ મધ્યાહ્નન ભોજન કાર્યરત છે, આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને કેવી રીતે વધુમાં વધુ પોષણયુક્ત વાનગી આપી શકાય?વધુમાં વધુ વિદ્યાર્થીઓ મધ્યાહ્નન ભોજનનો લાભ લે એ માટે રોજ બરોજમાં ઉપયોગમાં વપરાતી લેવાતી વસ્તુનો ઉપયોગ કરીને કેવી કેવી વાનગી બનાવી શકાય ? એ માટે મામલતદાર કચેરી, મધ્યાહ્નન ભોજન શાખા દ્વારા અત્રેની માધાપરવાડી કન્યા શાળા ખાતે પી.એમ. પોષણ અંતર્ગત શાળાઓમાં ચાલતા મધ્યાહ્નન ભોજનના રસોડાના સંચાલક કુકિંગ સ્ટાફ માટે કુકિંગ કોમ્પિટિશ યોજાઈ હતી જેમાં લુંટાવદર શાળાના મિત્તલબેન રાધુરાનો પ્રથમ નંબર,હેતલબેન કાંસુંદ્રા આમરણ શાળાનો દ્વીતીય નંબર,રજનીબા જાડેજા નવા પરા ખારચિયા શાળાએ તૃતિય નંબર પ્રાપ્ત થયો હતો. સ્પર્ધકોએ બાજરાના લોટમાંથી બનાવેલ મુઠીયા, વઘારેલો રોટલો, ઢોકળા, મસાલા રોટલો, બાજરીના ગોલ ગપ્પા, બાજરાના પુડલા, ખીચડી, મિક્ષ કઠોળ, શિરો, વગેરે વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી હતી કુલ 5 પાંચ નિર્ણાયકોએ તમામ સ્પર્ધકોની વાનગીઓનું ઝીણવટ પૂર્વક નિરીક્ષણ કર્યું હતું અને કુલ 500 માર્કમાંથી પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર નક્કી કર્યા હતા સ્પર્ધામાં કલ્પેશ.ડી.બુશા નાયબ મામલતદાર ઉપસ્થિતમાં વર્ષાબેન સોંલકી મુખ્ય સેવિકા, ઉમેશભાઈ બોપલીયા સી.આર.સી. કો.ઓર્ડીનેટર વગેરે દિનેશભાઈ વડસોલા અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વગેરેએ નિર્ણાયક તરીકે તમામ વાનગીઓનું ઝીણવટપૂર્વક અવલોકન કરીને કુલ 500 ગુણમાંથી ગુણ આપ્યા હતા, મધ્યાહ્નન ભોજન કચેરીના સ્ટાફ પ્રિતેશભાઈ તેમજ મહાદેવભાઈ ઉંટવડિયા પૂર્વ પ્રમુખ,તેમજ હાલના બળવંતભાઈ સનારીયા,તેમજ તાલુકાના અધ્યક્ષ પ્રણવ ઠાકર ચંદુભાઈ જોશી વગેરે મધ્યાહ્નન ભોજન સંચાલક મંડળના હોદેદારોએ ખુબજ જહેમત ઉઠાવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન, આયોજન, વ્યવસ્થાપન દિનેશભાઈ વડસોલાએ કર્યું હતું.

Back to top button
error: Content is protected !!