MORBI:ધોળકા ધંધુકાના મશહૂર ઓલીયા હજરત મહેમુદ શાહ બુખારી ની સાનમાં મેફી લે નાત શરીફ મોરબીમાં યોજાશે

MORBI:ધોળકા ધંધુકાના મશહૂર ઓલીયા હજરત મહેમુદ શાહ બુખારી ની સાનમાં મેફી લે નાત શરીફ મોરબીમાં યોજાશે
રીપોર્ટ:આરીફ દિવાન દ્વારા
મોરબી ખાતે અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં આવેલ ભડીયાદ ના કોમી એકતા ના પ્રતીક મસહૂર ઓલીયા હઝરત મહેમુદ શાહ બુખારી ના શ્રદ્ધાળુઓ ધુમ દાદા ધુમ બુખારી ના નારાથી શુભ કાર્ય ની શરૂઆત કરતા હોય છે જે દરગાહ શરીફ ના ઉષૅ મુબારક પ્રસંગે સમગ્ર ગુજરાતના વિવિધ શહેર જિલ્લા સહિત સૌરાષ્ટ્રમાંથી પગપાળા શ્રદ્ધાળુઓ હિંદુ મુસ્લિમ સમાજના માનવો મોટી સંખ્યામાં ઉમોટી પડે છે
જેમાં મોરબી થી જેન્યુન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા છેલ્લા દસ વર્ષથી પગપાળા પદયાત્રીઓને શ્રદ્ધાળુઓ સાથે નો એક કાફલો દર વર્ષે મોરબી થી ભડીયાદ ખાતે રવાના થતો હોય છે તેના સંચાલક આરીફ ભાઈ બ્લોચ ની આગેવાની થી દાદા બુખારીના શ્રદ્ધાળુ માનવો મોટી સંખ્યામાં જોડાય છે તેનું સ્વાગત મોરબી થી ભડીયાદ સુધી દાદાના ભક્તો દ્વારા કરવામાં આવતું હોય છે ત્યારે તે પગપાળા જતા યાત્રીઓ અને મહેમુદ શાહ બુખારીના હિંદુ મુસ્લિમ માનવ ભક્તો ની મહેફિલ મોરબી ખાતે મહેફીલ નાત શરીફ નો કાર્યક્રમ લીલાપર રોડ હઝરત હોથીશા પીર વલી દરગાહ શરીફ ખાતે રાખવામાં આવેલ છે જેમાં પગપાળા મેદની જુલુસ ના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજરી આપશે આ કાર્યક્રમને સફળ બનાવવા હજરત સહીદ પીર સૈયદ મહેમુદશાહ બુખારી દાદા ની શાન માં નાત શરીફ નો શાનદાર કાર્યક્રમમાં સર્વે હિન્દુ મુસ્લિમ સમાજ ચિંતકો હાજરી આપે તેમ એક યાદી મા જેન્યુન ફાઉન્ડેશન સંસ્થાના અધ્યક્ષ આરીફ ભાઈ બ્લોચ જણાવેલ છે.






