અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
અરવલ્લીમાં 190 આંગણવાડી કાર્યકર-તેડાગરને નિમણૂક ઓર્ડર મળ્યા:મુખ્યમંત્રીના હસ્તે રાજ્યભરના 9000 થી વધુ આંગણવાડી કાર્યકર-તેડાગરને નિમણૂક પત્ર એનાયત કરાયા
ગાંધીનગર: ગુજરાત રાજ્યના 9,000 જેટલી આંગણવાડી બહેનોને ‘માતા યશોદા’ની જવાબદારી! મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજરોજ ગુરુવારે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે એક ગૌરવશાળી સમારોહ યોજાયો હતો,રાજ્યની આંગણવાડીઓમાં નવી નિમણૂક મેળવનાર ૯,૦૦૦થી વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનિષાબેન વકીલ પણ ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર રાજ્યમાં ઝોન વાઇઝ યોજાયેલા કાર્યક્રમોમાં મંત્રીઓ અને પદાધિકારીઓએ નિમણૂક પત્રો એનાયત કર્યા હતા.અરવલ્લી જિલ્લામાં 190 આંગણવાડી કાર્યકર-તેડાગરને નિમણૂક ઓર્ડર એનાયત કરવામાં આવ્યા હતા.





