GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

આધાર કાર્ડ અપડેટમા કયુઆર કોડ ને કારણે પરેશાન વાલીઓ બાળકો સાથે ધક્કા ખાતા કોંગ્રેસ દ્વારા રજુઆત કરાઈ

 

તારીખ ૧૮/૧૨/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ નગરમા આધાર કાર્ડ અપડેશન માટે ના તમામ કેન્દ્રો ખાતે શાળામા ભણતા નાના બાળકો ના કાર્ડ મા વિગતો અપડેટ કરાવવા માટે વાલીઓ પોતાના બાળકો સાથે આવતા હોય છે ત્યારે જન્મ ના દાખલા મા ક્યુઆર કોડ નહી હોવાને કારણે બે બે કલાક લાઈનમાં ઊભા રહીને પરત જવાની ફરજ પડી રહી છે હાલમા જન્મ ના તમામ દાખલાઓ ક્યુઆર કોડ સાથે આવતા હોય છે. જયારે અગાઉ જનમ ના દાખલા હાથે લખાયેલા અને ક્યુઆર કોડ વગરના હોવાથી આવા બાળકોના આધારકાર્ડ અપડેટ થતા નથી અને ક્યુઆર કોડ ના દાખલાની માંગણી કરવામાં આવી રહી છે. આધારકાર્ડ ઓપરેટર નો પણ આમાં કોઇ વાંક નથી સિસ્ટમ મા જન્મ ના દાખલા કયુઆર કોડ વાળા હોય તો જ સિસ્ટમ સ્વીકારે છે જેથી આજ રોજ કાલોલ કોંગ્રેસ ના તાલુકા પ્રમુખ ભૂપેન્દ્રસિંહ ખેર, મહામંત્રી કિરણભાઇ પરમાર તેમજ ઉપપ્રમુખ સુરજસિહ સોલંકી દ્વારા કાલોલ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સમક્ષ રજુઆત કરી તેમજ બીઆરસી ને પણ રજુઆત કરી તમામ જનમ ના દાખલા સ્વીકાર કરવામાં આવે તેવી વ્યવસ્થા કરવા માંગ કરી જેથી બાળકો અને વાલીઓની હેરાનગતિ અટકે.

Back to top button
error: Content is protected !!