MORBI:મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી જન્મદીવસ ની ઉજવણી કરવામાં આવી
MORBI:મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી જન્મદીવસ ની ઉજવણી કરવામાં આવી
મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી જન્મદીવસ ની ઉજવણી કરતા શ્રી લોહાણા મહાજન-મોરબી ના મંત્રી તથા મોરબી નાગરિક બેંક ના પૂર્વ ડીરેક્ટર નરેન્દ્રભાઈ રાચ્છ.
વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી ના જલારામ ધામ ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત દ્વારા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ ચલાવવા માં આવી રહ્યો છે ત્યારે મોરબી શ્રી લોહાણા મહાજન-મોરબી ના મંત્રી, મોરબી નાગરિક બેંક ના પૂર્વ ડીરેક્ટર નરેન્દ્રભાઈ રાચ્છ દ્વારા તેમના જન્મદીવસ નિમિતે સદાવ્રત માં મહાપ્રસાદ યોજવામાં આવ્યો હતો. સામાન્ય રીતે લોકો પોતાના જન્મદીન તેમજ શુભપ્રસંગ ની ઉજવણી વૈભવી રીતે કરતા હોય છે ત્યારે મોરબી લોહાણા સમાજ ના અગ્રણી દ્વારા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરી, સેવા કાર્ય માં સહયોગ આપી સમાજ ને નવો રાહ ચિંધ્યો છે.
તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ ધામ ના ગીરીશભાઈ ઘેલાણી, પ્રવિણભાઈ કારીયા, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ,ભાવીનભાઈ ઘેલાણી, કીશોરભાઈ ચંડીભમર, રમણીકભાઈ ચંડીભમર, નિર્મિતભાઈ કક્કડ, અનિલભાઈ સોમૈયા, ચિરાગભાઈ રાચ્છ, પારસભાઈ ચગ, નિરવભાઈ હાલાણી, જયંતભાઈ રાઘુરા, અનિલભાઈ ગોવાણી, અમિતભાઈ પોપટ, પપ્પુભાઈ ચંડીભમર, કીશોરભાઈ ઘેલાણી, સુનિલભાઈ પુજારા, અરવિંદભાઈ સોમૈયા, જીજ્ઞેશભાઈ પોપટ, જયેશભાઈ કંસારા, જયેશભાઈ ટોળીયા, રવજીભાઈ કૈલા, દીનેશભાઈ પારેખ, કે.પી.ભાગીયા સાહેબ, વિપુલભાઈ પંડીત, ભાવેશભાઈ બુદ્ધદેવ, અમૃતલાલ ભોજાણી, કમલેશભાઈ ભોજાણી, સંજયભાઈ હીરાણી, હીતેશભાઈ જાની, મનોજભાઈ ચંદારાણા, અશોકભાઈ જોશી, દીનેશભાઈ સોલંકી, મનિષભાઈ પટેલ, ભાવનાબેન સોમૈયા,નયનાબેન મીરાણી, ચંદ્રીકાબેન માનસેતા, મીનાબેન ચંડીભમર, ગાયત્રીબેન પંડીત, હર્ષાબેન રાચ્છ, પ્રિતીબેન ચંદારાણા, ઈલાબેન પોપટ, રશ્મિબેન કોટક,કાશ્મીરાબેન કારીયા સહીતના અગ્રણીઓએ જન્મદીન ની શુભકામનાઓ પાઠવી હતી.