MORBI મોરબીના બહુચરધામ-ખાખરાળા ખાતે મહાઆરતી – મહાપૂજા મહોત્સવ ઉજવાયો.
MORBI મોરબીના બહુચરધામ-ખાખરાળા ખાતે મહાઆરતી – મહાપૂજા મહોત્સવ ઉજવાયો.
મોરબી તાલુકાના ખાખરાળા ગામે બહુચરધામમાં કાંજીયા પરિવારના કુળદેવીનો મહાઆરતી – મહાપૂજા અને ગરબા મહોત્સવ ઉજવવામાં આવ્યો.
ખાખરાળા ગામે કાંજીયા પરિવારના કુળદેવીના નવા શિખરબંધ મંદિરમાં તા.18/01/2023ના રોજ ટંકારાના મોટા ખીજડિયા ગામેથી શ્રીબહુચરાજી માતાનું સ્થળાંતર-સ્થાપન થયું.આ મંદિરમાં શંખલપુર બહુચરાજી મંદિરમાં બિરાજેલા કુળદેવી સાક્ષાત્ દૃશ્યમાન થાય છે. સાથે મેલડી માતા અને શૂરાપુરાદાદાનું સ્થાપન છે.દર માસની શુક્લ અષ્ટમીએ માતાજીના વસ્ત્ર-શૃંગાર બદલાય છે. ધ્વજારોહણ થાય છે. પોષ શુક્લ અષ્ટમીએ પાટોત્સવ યોજાય છે.દર વર્ષે બંને નવરાત્રીમાં કાંજીયા પરિવારના 101 કુટુંબો મળીને માતાજીની મહાઆરતી, મહાપૂજા અને ગરબાનો મહોત્સવ યોજે છે. મહાપ્રસાદ સાથેના આ કાર્યક્રમમાં સમગ્ર પરિવારના નાનાંમોટાં તમામ ભાઈ-બહેનો ખૂબ જ ભાવ અને ઉત્સાહથી ગરબે રમે છે.માતાજીનું આ મંદિર નવલખી રોડ પર ખાખરાળા ગામની શોભામાં અભિવૃદ્ધિ કરી રહ્યું છે.કાર્યક્રમનું આયોજન દર વર્ષે નવયુગ ગ્રુપના સંસ્થાપક પી. ડી. કાંજીયા સાહેબના માર્ગદર્શન હેઠળ બહુચરધામ વ્યવસ્થાપન સમિતિ દ્વારા કરવામાં આવે છે.