HALVAD: હળવદના સુંદરગઢ ગામેથી મહેન્દ્રા થાર તથા બોલેરો ગાડીમાંથી 500 લીટર દેશી દારૂનો જથ્થો ઝડપાયો

HALVAD: હળવદના સુંદરગઢ ગામેથી મહેન્દ્રા થાર તથા બોલેરો ગાડીમાંથી 500 લીટર દેશી દારૂનો જથ્થો ઝડપાયો
હળવદના સુંદરગઢ ગામે બાતમી આધારે જાહેરમાં રેડ કરી હતી ત્યારે બોલેરો પિકઅપ અને થાર ગાડીમાથી કુલ મળીને 500 લિટર દેશી દારૂ મળી આવેલ હતો જેથી પોલીસે એક લાખનો દેશી દારૂ તેમજ બે વાહન મળીને 15 લાખનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
હળવદ તાલુકા પોલીસની ટિમ પેટ્રોલીંગમાં હતી ત્યારે વનરાજસિંહ રાઠોડ, દિવ્યરાજસિંહ જાડેજા અને સાગરભાઈ કુરિયાને મળેલ બાતમી આધારે હળવદના સુંદરગઢ ગામે જાહેરમાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી એક બોલેરો પીકઅપ તેમજ મહિન્દ્રા થાર ગાડીમાંથી કુલ મળીને 500 લીટર દેશી દારૂ મળી આવેલ હતો જેથી કરીને પોલીસે એક લાખની કિંમતનો દારૂ તેમજ બે વાહન મળીને 15 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો જો કે, આરોપી હાજર ન હોવાથી હાલમાં આરોપી અશ્વિન ઉર્ફે ભોપો ચંદુભાઇ ખાંભડીયા રહે. ગામ સુંદરગઢ તાલુકો હળવદ તથા અશ્વિન સાથેનો એક અજાણ્યો શખ્સ તથા તપાસમાં જેના નામ સામે આવે તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.







