MORBI:મોરબી પાલિકાની મેલેરિયા શાખા એક્શન મોડમાં: વિવિધ વિસ્તારોમાં ફોગિંગ અને દવા છંટકાવની કામગીરી

MORBI:મોરબી પાલિકાની મેલેરિયા શાખા એક્શન મોડમાં: વિવિધ વિસ્તારોમાં ફોગિંગ અને દવા છંટકાવની કામગીરી
શહેરમાં મચ્છરજન્ય રોગચાળાને નાથવા અને અટકાયતી પગલાંના ભાગરૂપે મોરબી મહાનગરપાલિકાની મેલેરિયા શાખા દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. પાલિકાની ટીમ દ્વારા શહેરના વિવિધ રહેણાંક વિસ્તારો અને જાહેર સ્થળોએ મચ્છરનાશક દવાઓના છંટકાવ સહિતની કામગીરી કરવામાં આવી હતી.વિવિધ સોસાયટીઓમાં ડોર-ટુ-ડોર સર્વે
મેલેરિયા શાખાની ટીમ દ્વારા અનંતનગર, શક્તિનગર, ગાંધી સોસાયટી, ઘાંચી શેરી, અંબિકા રોડ, રાધા પાર્ક અને વાઘપરા વિસ્તારમાં ઘરે-ઘરે જઈને પાણીના પાત્રોની ચકાસણી કરવામાં આવી હતી. આ દરમિયાન પાણી ભરેલા પાત્રોમાં મચ્છરના પોરા (Larva) ઉત્પન્ન થતા અટકાવવા માટે એબેટ કામગીરી પણ હાથ ધરાઈ હતી.
ગટર અને વોકળામાં દવા છંટકાવ મચ્છરોનો ઉપદ્રવ ઘટાડવા માટે:એવન્યુ પાર્ક, દાઉદી પ્લોટ અને કબીર ટેકરી પાસેના વોકળાઓમાં દવા છંટકાવ અને ફોગિંગ કરવામાં આવ્યું હતું.
પખાલી શેરી, ખત્રીવાડ, શાકમાર્કેટ, રાવલશેરી, માધાપર તેમજ સ્ટેશન રોડ પર આવેલી ગટરોમાં મચ્છરનાશક દવાઓનો છંટકાવ કરી મચ્છરોનો નાશ કરવાની કામગીરી કરવામાં આવી હતી.તંત્રની નાગરિકોને અપીલ મહાનગરપાલિકા દ્વારા જાહેર જનતાને મચ્છરજન્ય રોગોથી બચવા માટે સાવચેતી રાખવા જણાવાયું છે: પાણીના પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી ઢાંકવા.
સાંજના સમયે ઘરના બારી-બારણાં બંધ રાખવા.
સૂતી વખતે મચ્છરદાનીનો આગ્રહ રાખવો અને આખું શરીર ઢંકાય તેવા કપડાં પહેરવા.ઘરની આસપાસ ભરાયેલા બંધિયાર પાણીનો નિકાલ કરવો.પાલિકા તંત્ર દ્વારા વધુમાં જણાવાયું છે કે જો કોઈ નાગરિકને તાવ જેવા લક્ષણો જણાય, તો તુરંત નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરી સારવાર મેળવી લેવી.










