MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana):માળીયા મિયાણા નજીક અજાણ્યા વાહને હડફેટે અકસ્માત સર્જતાં બેના કમકમાટી ભર્યા મોત

MALIYA (Miyana):માળીયા મિયાણા નજીક અજાણ્યા વાહને હડફેટે અકસ્માત સર્જતાં બેના કમકમાટી ભર્યા મોત

 

 

મોરબી : માળીયા મિયાણા તાલુકાના ખીરઇ ગામે રહેતા પતિ – પત્ની અંજીયાસરથી પોતાના એક્સેસ મોટર સાયકલ ઉપર પરત આવતા હતા ત્યારે માળીયા મિયાણા ત્રણ રસ્તા ઓવરબ્રિજ નજીક કોઈ અજાણ્યા વાહને હડફેટે લઈ અકસ્માત સર્જતાં બન્નેના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા.

અકસ્માતની ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા મિયાણા તાલુકાના ખીરઇ ગામે રહેતા ગફુરભાઈ રવાભાઈ નોતીયાર ઉ.21 નામના યુવાને માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, શનિવારે તેમના પિતા રવાભાઈ અભરામભાઈ નોતીયાર ઉ.49 અને માતા હવાબેન રવાભાઈ નોતીયાર ઉ.47 તેમના જીજે -36 – એજી – 9442 નંબરના એક્સેસ મોટર સાયકલ ઉપર અંજીયાસર ગામેથી પરત આવતા હતા ત્યારે માળીયા – કચ્છ હાઇવે ઉપર ત્રણ રસ્તા નજીક વિશાલા હોટલ તરફના છેડે કોઈ અજાણ્યા વાહને હડફેટે લઈ માતા હવાબેનનું માથું ટાયર નીચે કચડી નાખી પિતાને ગંભીર ઇજાઓ પહોંચડતા બન્નેના મૃત્યુ નિપજ્યા હતા. ઘટના અંગે માળીયા મિયાણા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

Back to top button
error: Content is protected !!