BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
26મી જાન્યુયારી ૨૦૨૫ના રોજ મુન્શી મનુબરવાલા મેમોરીયલ ચેરીટેબલ ટ્રસ્ટ, ભરૂચના મુન્શી વિદ્યાધામમાં ૭૬મો પ્રજાસત્તાક દિવસ ઉજવવામાં આવ્યો હતો.


સમીર પટેલ, ભરૂચ
સવારે ૮:૩૦ કલાકે મુન્શી મહિલા બી.એડ. કોલેજના ઇન-ચાર્જ આચાર્ય શ્રીમતી ડૉ.પરવીન અન્સારીના વરદ હસ્તે ધ્વજારોહન કરવામાં આવ્યું હતું. સાથે સાથે મુન્શી ટ્રસ્ટના સી.ઇ.ઓ. જનાબ સુહેલભાઈ દુકાનદાર સાહેબ, આચાર્યશ્રીઓ, સ્ટાફ મિત્રો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ હાજરીઆપી હતી. ત્યારબાદ મુખ્ય મહેમાન તરીકે પધારેલા શ્રીમતી ડૉ.પરવીન અન્સારીએ દેશની લાગણી તથા સ્વાતંત્રય સેનાનીઓએ કરેલી ચળવળ તથા તેમના બલિદાનને યાદ કરી શ્રદ્ધાંજલી આપી હતી અને દેશમાં સુખ-શાંતિ અને ધંધા રોજગારમાં પ્રગતિ થાય તેવી દુઆ કરી હતી. આ પ્રોગ્રામના અંતમાં પધારેલા મુખ્ય મહેમાનશ્રીઓની આભારવિધિ કરવામાં આવી હતી. પ્રોગ્રામના અંતે હાજરજનોને લાડુ ખવડાવી મો મીઠું કરી પ્રોગ્રામ ને પૂર્ણ કરેલ હતો.




