GUJARATMALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO
MALIYA (Miyana) :માળીયા (મી.) વવાણીયા ગામે અલગ અલગ બે દરોડામાં 4 જુગારી ઝડપાયા

:માળીયા (મી.) વવાણીયા ગામે અલગ અલગ બે દરોડામાં 4 જુગારી ઝડપાયા
માળીયા મિયાણા તાલુકાના વવાણીયા ગામે પોલીસે બે અલગ અલગ દરોડામાં ચાર જુગારીઓને તીનપતિની મોજ માણતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
પ્રથમ દરોડામાં માળીયા મિયાણા પોલીસે વવાણીયા ગામે કોળીવાસ ચોકમાં દરોડો પાડી આરોપી હરખાભાઇ પ્રભુભાઇ અગેચાણીયા અને કુવરજીભાઇ અવચરભાઇ પીપળીયાને જાહેરમાં તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 930 કબ્જે કર્યા હતા. જયારે બીજા દરોડામાં કોળીવાસમાં જ જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી ધનાભાઇ દેવાભાઇ સોમાણી અને મકાભાઇ કાનજીભાઇ અગેચાણીયાને રૂપિયા 1070ની રોકડ સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.







