MALIYA (Miyana) માળીયા મિયાણાના મોટી બરાર પાસે ટ્રક અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત: મધ્યપ્રદેશના ૨૯ વર્ષીય યુવાનનું મોત

MALIYA (Miyana) માળીયા મિયાણાના મોટી બરાર પાસે ટ્રક અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત: મધ્યપ્રદેશના ૨૯ વર્ષીય યુવાનનું મોત
માળીયા મિયાણા તાલુકાના મોટી બરાર ગામ પાસે ગત તા. ૧૦/૦૨ના રોજ એક ટ્રક અને મોટરસાયકલ વચ્ચે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં બાઇક ચાલક યુવાનનું સારવાર દરમિયાન કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.
મળતી માહિતી મુજબ, પીપળીયા ચાર રસ્તાથી માળીયા તરફ જઈ રહેલી ટ્રક (નંબર GJ-12-AT-5809) સામેથી પૂરઝડપે આવતી મોટરસાયકલ (નંબર MP-69-ZD-2848) અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇક ચાલક સંજય સુંદરસિંહ માવી (ઉંમર ૨૯ વર્ષ) ને ગંભીર ઈજાઓ પહોંચી હતી. મૂળ અલીરાજપુર (મધ્યપ્રદેશ) ના વતની અને હાલ કુંભારીયા ગામે રહેતા સંજયભાઈએ રોડની વ્હાઇટ પટ્ટી ક્રોસ કરીને ટ્રકની ડ્રાઇવિંગ સાઇડમાં ટક્કર મારી હોવાનું જાણવા મળ્યું છે.ઘટના બાદ ઇજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે મોરબી અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, રાજકોટ ખાતે સારવાર દરમિયાન તેમનું દુઃખદ અવસાન થયું હતું.આ ઘટના અંગે ટ્રક ચાલક નારાયણરામ પ્રહલાદરામ ચૌધરીએ માળીયા (મી) પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે મૃતક બાઇક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.








