MALIYA (Miyana) :માળિયામાં જમીન પચાવી પાડવાના મામલે મીઠાના વેપારી વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ

MALIYA (Miyana) :માળિયામાં જમીન પચાવી પાડવાના મામલે મીઠાના વેપારી વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ
માળિયા મીયાણા: માળિયા મીયાણા તાલુકાના જાજસર ગામની સરકારી જમીન પર ગેરકાયદેસર કબજો જમાવી મીઠાનું ઉત્પાદન કરવાના ગંભીર મામલે પોલીસે એક વેપારી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માળિયા શહેરમાં રહેતા અને મીઠાનો વ્યવહાર કરતા હનીફભાઇ સૌકતઅલી ભટ્ટી (ઉ.વ. ૩૪) એ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, જાજસર ગામના સર્વે નંબર નીલ વાળી ૧૦ એકર જમીન સરકાર દ્વારા ફરિયાદીને ૩૦ વર્ષના ભાડા પટ્ટે ફાળવવામાં આવી હતી.આ જમીન પૈકી ૦-૪૦-૨૭ ચોરસ મીટર જમીન પર આરોપી ઇકબાલ ઇલીયાસભાઈ ભટ્ટી (રહે. ભઠ્ઠી વાડા, માળિયા) એ ગેરકાયદેસર રીતે કબજો કરી લીધો હતો. આરોપીએ આ જમીન પચાવી પાડી ત્યાં મીઠાનું ઉત્પાદન શરૂ કર્યું હતું અને લાંબા સમયથી આ ગેરકાયદેસર કબજો ચાલુ રાખ્યો હતો.
પોલીસે ફરિયાદના આધારે માળિયા મીયાણા પોલીસે આરોપી ઇકબાલ ભટ્ટી વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે:કલમ ૩, ૪(૧)(૩) કલમ ૫(ગ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને સરકારી નીતિ-નિયમોના ઉલ્લંઘન બદલ કડક કાર્યવાહી કરવાની તજવીજ શરૂ કરી છે.










