MALIYA (Miyana):માળિયામાં વેપારી યુવકનું અપહરણ કરી માર મારતાં આઠ શખ્સો વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ

MALIYA (Miyana):માળિયામાં વેપારી યુવકનું અપહરણ કરી માર મારતાં આઠ શખ્સો વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ
માળીયા મીયાણા તાલુકાના મોટા દહીસરા ગામે રહેતા યુવક સરવડ ગામના ઉમિયા નગરમાં આવેલ રાજારામ પાણીના કારખાને હોય ત્યારે આરોપીઓ સ્કોર્પિયો ગાડીમાં આવી યુવકનું અપરણ કરી મોટા દહીસરા ગામ પાસે આવેલ રોડવેજની ઓફિસે લાવી યુવકને ધોકા વડે માર મારી ગાળો આપવી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ માળીયા મીયાણા તાલુકાના મોટા દહીસરા ગામે રહેતા અને વેપાર કરતાં કિશોરભાઈ દેવદાનભાઈ લોખીલ (ઉ.વ.૩૭) એ કમલેશભાઇ વિરડા રહે. સોનગઢ તા.માળીયા મીં, રમેશભાઇ હમીરભાઇ બરારીયા, વિનોદભાઇ રાણાભાઇ બરારીયા, મુળુભાઇ બીજલભાઇ બરારીયા, હીતેશભાઇ મુળુભાઇ બરારીયા, ભવાનભાઇ બીજલભાઇ બરારીયા રહે. બધા મોટા દહિંસરા તા.માળીયા મીં., હીતેશભાઇ બરારીયાના મોટા સાળા, હીતેશભાઇ બરારીયાના નાના સાળા વિરુદ્ધ માળીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે માળીયા ના સરવડ ગામના ઉમિયા નગરમાં ફરિયાદીનું રાજારામ પાણીનુ કારખાનું આવેલ છે ત્યાં આરોપીઓ જય ફરિયાદીના પાણીના કારખાને થી ફરિયાદીને જબરજસ્તી મહેન્દ્રા સ્કોર્પિયો ગાડીમાં બેસાડી અપરણ કરી મોટા દહીસરા ગામ પાસે આવેલ વિશાલ રોડવેઝની ઓફિસે લાવી આરોપીઓએ ફરિયાદીને ધોકા વડે તેમજ ઢીકા પાટુ વડે મુંઢમાર મારી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.






