GUJARATMALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana)માળીયા(મી.)ના ચીખલી ગામના પિતા-પુત્રને રખેવાળ તરીકે ગાયો ચરાવવા આપી જે પરત નહીં આપતા:ફરિયાદ નોંઘાઇ

MALIYA (Miyana)માળીયા(મી.)ના ચીખલી ગામના પિતા-પુત્રને રખેવાળ તરીકે ગાયો ચરાવવા આપી જે પરત નહીં આપતા: ફરિયાદ નોંઘાઇ

 

 

માળીયા (મી)ના ખારેચીયા ગામે રહેતા જલાભાઇ ઉર્ફે જીલાભાઇ ભાલુભાઇ શીયાર ઉવ. ૪૫ એ માળીયા(મી) પોલીસ મથકમાં આરોપી મુસ્તાકભાઇ આમીનભાઇ લધાણી તથા આમીનભાઇ કરીમભાઇ લધાણી રહે.બન્ને ચીખલી તા.માળીયા મી તથા તપાસમાં ખુલ્લે તે તમામ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરીયાદી જલાભાઈ ઉર્ફે જીલાભાઈએ તેમની માલીકીની ગાયો જીવ-૨૦ તથા સાહેદ બળદેવભાઇ મેવાડાએ તેમની માલીકીની ગાયો જીવ-૩૦ ની આરોપીઓને પૈસા આપી રખેવાળ તરીકે ચરાવવા આપેલ હોય જે પૈકી ફરીયાદીની ગાયો જીવ-૩ કિંમત રૂ.૩૦૦૦૦/- તથા સાહેદ બળદેવભાઇ ની ગાયો જીવ-૧૧ નાની મોટી કિમત રૂ.૫૫૦૦૦/- મળી કુલ રૂ.૮૫૦૦૦/- ની મુદામાલની ગાયો જીવ- નંગ-૧૪ પરત નહી આપી બન્ને આરોપીઓએ-એજન્ટ/નોકર તરીકે ફરીયાદી તથા સાહેદ સાથે વિશ્વાસભંગ કરી ગુનામા એકબીજાને મદદગારી કરી ગુનો કર્યા બાબતની ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!