MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana):માળીયા(મી)ના નાના દહીંસરા ગામ નજીક ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરતા ‌એક ઈસમ ઝડપાયો.

 

MALIYA (Miyana):માળીયા(મી)ના નાના દહીંસરા ગામ નજીક ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરતા ‌એક ઈસમ ઝડપાયો.

 

 

માળીયા(મી) પોલીસે પૂર્વ બાતમીને આધારે મોરબી-નવલખી રોડ ઉપર નાના દહીંસરા ગામ નજીકથી ડીઝલ ચોરીનું કૌભાંડનો પર્દાફાશ કરી એક ઇસમને કુલ રૂ.૩૬.૬૫ લાખના મુદામાલ સાથે પકડી લેવામાં આવ્યો છે. આ સાથે માળીયા(મી) પોલીસે પકડાયેલ ઈસમ તેમજ તપાસમાં ખુલ્લે તે તમામ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી જીલ્લા પોલીસવડા તથા નાયબ પોલીસ અધિક્ષક મોરબી વિભાગની સુચના મુજબ જીલ્લામાં બનતા ડીઝલ ચોરી તથા ઘરફોડ ચોરીના ગુન્હાઓની પ્રવૃતિ પર અંકુશ રાખવા અસરકારક કામગીરી કરવા જરૂરી સુચના તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યું હોય જે અનુસંધાને માળીયા(મી) પીઆઇના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ ટીમ કાર્યરત હોય જે દરમ્યાન સર્વેલન્સ ટીમને હકિકત મળેલ કે, માળીયા(મી) તાલુકાના મોરબી-નવલખી રોડ પાસે નાના દહીસરા ગામના ફાટક પાસે આવતા રોડની બાજુમા ખુલ્લા પ્લોટમા અમુક ઇસમો ટેન્કરમાંથી ડિઝલ ચોરી કરતા હોવાની બાતમીના આધારે, તે જગ્યાએ રેઇડ કરતા, જ્યાંથી અલગ અલગ બેરલમાં રહેલ ડિઝલ લીટર ૬૦૦ તથા એક ટેન્કર જેના રજી નં. જીજે-૩૬-ટી-૭૫૩૬ તથા ટેન્કરમા ભરેલ એચ.એફ.એચ.એસ.ડી ડીઝલ ૨૩,૬૦૦ લીટર મળી કુલ મુદામાલ કિ. રૂ.૩૬,૬૫,૬૦૦/- સાથે આરોપી ઈમ્તીયાઝભાઇ સુલેમાનભાઇ ગજીયા જાતે વાઘેર રહે. જામનગર વાળાની અટક કરી છે. જ્યારે પકડાયેલ આરોપીની પૂછતાછમાં અન્ય એક આરોપી હરદેવભાઇ રાણાભાઇ છૈયા રહે. જશાપર તા.માળીયા(મી) વાળાનું નામ ખુલતા તેને ફરાર દર્શાવી માળીયા(મી) પોલીસે ટાટા મોટર કંપનીનુ ટેન્કર તથા તેમા ભરેલ એચ.એફ.એચ.એસ.ડી ડીઝલ ૨૩,૬૦૦ લીટર જેની કિ.રૂ. ૩૬,૦૬,૦૦૦/-, પ્લા.ના ૨૦૦ લીટરની ક્ષમતાવાળા બેરલ નંગ-૦૯ જેમાં એચ.એફ.એચ.એસ.ડી ડીઝલ. ભરેલ કુલ લીટર-૬૦૦ કી.રૂ.૫૪,૦૦૦/-, લોખંડના વાલ્વ વાળી નંળી નં-૦૩ .રૂ.૬૦૦/- તથા મોબાઇલ નંગ-૦૧ કી.રૂ.કી.રૂ.૫,૦૦૦/- સહિતનો મુદ્દામાલ કબ્જે લઈ આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.

 

Back to top button
error: Content is protected !!