ARAVALLIGUJARATMODASA

અરવલ્લી : મોડાસા ચાર રસ્તા નજીક આવેલ મહારાજા કોમ્યુટરની દુકાનમાંથી નિવૃત તલાટીને ૧૫ હજારની લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યો

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : મોડાસા ચાર રસ્તા નજીક આવેલ મહારાજા કોમ્યુટરની દુકાનમાંથી નિવૃત તલાટીને ૧૫ હજારની લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યો

હાલની પરિસ્થિતિ એવી છે કે ઉપર થી નીચે સુધી ભ્રષ્ટાચાર થતો હોય તેના જાગતા પુરાવા હર હંમેશા સામે આવતા હોય છે. અધિકારીઓ થી લઇ ને ઉપર સુધી ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે છતાં ભ્રષ્ટાચાર દિવસે અને દિવસે વધતો જાય છે પણ ઘટતો નથી સરકાર પગાર આપી નોકરી રાખે છે નોકરીયાત લોકોનું પેટ ભરાતું ના હોય તેવી રીતે અરજદાર પાસેથી કામના બહાને રૂપિયા લઇ તમારું કામ થઈ જશે એ બહાને લાંચ લેતા હોય છે અને કેટલીક વાર લાંચ લેતા ભરાઈ પણ જાય છે.

અરવલ્લી જિલ્લામાં પણ દિવસે ને દિવસે ભ્રષ્ટાચાર વધતો જાય છે. સરકારી કચેરીઓની અંદર બાબુઓ એસીની હવા ખાતા હોય છે અને એમના ફોલ્ડરીયા દ્વારા કામ થઇ જશે તે માટે પોતાના અંગત માણસો દ્વારા જે તે લોકો પાસે પાસેથી રૂપિયા લઇ કામ કરી આપતાં દાખલા ઘણા છે પણ કહેવત છે ને કે ખેતરના શેઢે જે ચડે એ ચોર તેવી પરિસ્થિતિ છે. જિલ્લામાં ભ્રષ્ટાચાર ઘણો બધો રહેલો છે પરંતુ ભ્રષ્ટાચારી બાબુ સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી થતી નથી જેના કારણે દિન પ્રતિદિન હવે વધુમાં વધુ ભ્રષ્ટાચાર અરવલ્લી જિલ્લામાં જોવા મળી રહ્યો તેનો જાગતો દાખલો સામે આવ્યો છે

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ચાર રસ્તા નજીક આવેલ મહારાજા કોમ્યુટરની દુકાનમાં પ્રથમ ગેસ્ટ હાઉસ નજીકથી ૧૫ હજારની લાંચ લેતા અરવલ્લી એસીબી મહિલા પીઆઇ ટી.એમ.પટેલ અને તેમની ટીમે છટકું ગોઠવી નિવૃત તલાટીને ઝડપી લીધો હતો

જાગૃત નાગરિક લાંચ આપવા માંગતા ન હોવાથી લાંચિયા તલાટી કમ મંત્રીને સબક શીખવાડવા જાગૃત નાગરિકે એસીબીનો સંપર્ક કરતા અરવલ્લી એસીબીએ ભ્રષ્ટ તલાટીને ઝડપી પાડવા માટે છટકું ગોઠવ્યું હતું. ફરિયાદીના પિતાશ્રીએ જમીન વેચાણ રાખેલ જે વેચાણ નોંધની પાકી નોંધ મંજુર કરાવી આપવાના માટે નિવૃત તલાટી મહેશ ભાટિયાએ ૧૫ હજારની લાંચ લેતા એસીબી વિભાગે રંગે હાથે ઝડપ્યો હતા અને કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Back to top button
error: Content is protected !!