MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana):માળીયા(મી) અણીયારી ટોલનાકા નજીક કારમાંથી વિદેશી દારૂની જથ્થો ઝડપાયો

માળીયા(મી) અણીયારી ટોલનાકા નજીક કારમાંથી વિદેશી દારૂની જથ્થો ઝડપાયો

 

 

મોરબી ક્રાઇમ બ્રાંચ દ્વારા વધુ એક કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી લેવાયો હતો. જેમાં એલસીબી/પેરોલ ફર્લો સ્ટાફના હેડ કોન્સ ઇશ્વરભાઇ કલોતરા, ચંદુભાઇ કાણોતરા તથા ભરતભાઇ જીલરીયાને ખાનગીરાહે રાહે હકિકત મળેલ કે, હળવદ તરફથી એક XUV કાર રજી.નં. જીજે-૦૧-કેક્યુ-૮૪૫૦ વાળી માળીયા તરફ આવનાર છે અને આ ફોર વ્હીલ ગાડીમાં ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે. તેવી ચોકકસ હકિકત આધારે અણીયારી ટોલનાકા પાસે હાઇવે રોડ ઉપર ઉપરોક્ત ગાડીની વોચમાં હોય તે દરમિયાન XUV ગાડી નીકળતા તેને રોકી તેની તલાસી લેતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડની નાની-મોટી ૪૨૭ નંગ બોટલ મળી આવી હતી. જેથી XUVકાર કિ.રૂ.૧૦ લાખ તેમજ દારૂનો જથ્થો કિ.રૂ.૧,૯૧,૦૫૧/- સહિત કુલ કિ.રૂ.૧૧,૯૧,૦૫૧/-નો મુદ્દામાલ કબ્જે કરી કાર ચાલક આરોપી વિરુદ્ધ માળીયા (મિં) પોલીસ મથકે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી

Back to top button
error: Content is protected !!