MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO
MALIYA (Miyana):માળીયા(મી) તાલુકાના જાજાસર ગામની સીમમાં પવનચક્કીમાં અચાનક આગ લાગી

MALIYA (Miyana):માળીયા(મી) તાલુકાના જાજાસર ગામની સીમમાં પવનચક્કીમાં અચાનક આગ લાગી
મળતી માહિતી મુજબ કાલે રાત્રે ૧૧:૩૦ વાગ્યે જાજાસર ગામની સીમમાં આવેલી પવનચક્કીના ઉપરના ભાગે તેમજ નીચે પેનલ વિસ્તારમાં અજાણ્યા કારણસર આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતાં જ મોરબી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. ફાયર ફાઈટર્સે પાણીનો મારો ચલાવી આગને વધુ ફેલાતી અટકાવી સમયસર કાબૂમાં લીધી હતી. ફાયર વિભાગના જણાવ્યા મુજબ આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને પરિસ્થિતિ સંપૂર્ણ રીતે નિયંત્રણમાં છે.









