MALIYA (Miyana):માળિયાના જખરીયા વાંઢ વિસ્તારમાં કપડા ધોવા ગયેલી માતા સાથે રહેલ બે બાળકી પાણીમાં ડૂબી જતા મોત :પરિવારમા શેકનુ મોજું ફરી વળ્યું
MALIYA (Miyana):માળિયાના જખરીયા વાંઢ વિસ્તારમાં કપડા ધોવા ગયેલી માતા સાથે રહેલ બે બાળકી પાણીમાં ડૂબી જતા મોત : પરીવારમાં શેકનુ મોજું ફરી વળ્યું
માળિયાના જખરીયા વાંઢ વિસ્તારમાં માતા કપડા ધોવા ગઈ હોય અને બે બાળકીને સાથે લઇ ગઈ હોય જે બંને બાળકી તળાવના પાણીમાં ડૂબી જતા કરુણ મોત નીપજ્યા હતા બે બાળકીના મોતને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે
જ્ખરીયા વાંઢ વિસ્તારમાં રહેતી મહિલા તળાવે કપડા ધોવા માટે ગઈ હતી અને તેની ચાર વર્ષની બાળકીઓ નાયરા અને નાઝમીનને સાથે લઇ ગયા હતા માતા કપડા ધોતી હોય ત્યારે બંને બાળકી કોઈ કારણોસર તળાવમાં ડૂબી ગઈ હતી જેથી તુરંત આસપાસના લોકો એકત્ર થયા હતા અને પાણીમાં ડૂબેલી બાળકીઓને બહાર કાઢવામાં આવી હતી અને માળિયા રેફરલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવી હતી
જોકે હોસ્પિટલ પહોંચ્યા ત્યારે બંને બાળકીઓના શ્વાસ અને હૃદયના ધબકારા બંધ હતા અને ડોક્ટરની ટીમે પમ્પીંગ કરતા એક બાળકીમાં શ્વાસ આવ્યા હતા પરંતુ એકનું મોત થયું હ્તું એક બાળકીને શ્વાસ આવતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત મોરબી સારવાર માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી જોકે રસ્તામાં જ બીજી બાળકીનું પણ મોત થયું હતું તેવી માહિતી ડોક્ટર પાસેથી પ્રાપ્ત થઇ છે