MALIYA (Miyana) કચ્છ સામખીયારી બ્રિજ પાસે ખાખરેચી ગામના પરિવારને અકસ્માત નડયો
MALIYA (Miyana) કચ્છ સામખીયારી બ્રિજ પાસે ખાખરેચી ગામના પરિવારને અકસ્માત નડયો

માળિયાના ખાખરેચી ગામના યાત્રાળુઓ ને નડ્યો અકસ્માત કચ્છ માતાના મઢથી પરત ફરતા સામખીયારી બ્રિજ પાસે ટ્રેકટરને ટ્રકે ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો ૩ ના મોત ૧૦ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયાનું જાણવા મળી રહ્યું છે :સૂત્ર

માળિયાના ખાખરેચી ગામના યાત્રાળુઓ કચ્છમાં આવેલ માતાના મઢથી દર્શન કરી પરત ફરતાં હોય તે દરમિયાન સામખીયારી બ્રિજ પાસે ટ્રેકટરને ટ્રકે ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રેક્ટરમાં 10થી વધુ લોકો હતા, જેમાં ટ્રેકટરમાં સવાર તમામને લોકોને નાની-મોટી ઇજાઓ પહોચી હતી. તેમજ ત્રણ વ્યક્તિના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. હજુ પણ આ ઘટનામાં મોતનો આંકડો વધવાની શક્યતા છે. તમામ ઇજા ગ્રસ્તને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ મળતી માહિતી મુજબ માળિયાના ખાખરેચી ગામના નિવાસી ત્રણના મોત થયા હોવાનું સામે આવ્યું છે.
અકસ્માતના સર્જાતા હાઇવે પર ભારે કરૂણ દ્રશ્યો સર્જાયા હતા અને લોકોની દર્દભરી ચીચયારીઓથી હાઇવે ગાંજી ઉઠ્યુ હતુ અને કરુણ વાતાવરણ સર્જાયું હતું. જો કે અકસ્માત સર્જયા બાદ ટ્રક ચાલક ત્યાથી ફરાર થયો હતો. જેની જાણ થતા પોલીસ દ્રારા તેનો પીછો કરી ટોલનાકા નજીકથી તેને ઝડપી પડાયો છે બનાવ અંગે સામખીયાળી અને લાકડીયા પોલીસ મદદ માટે દોડી ગઇ હતી હાલ પોલીસે ધટના અંગે વધુ તપાસ હાથ ધરી છે. અને ઝડપાયેલા ટ્રક ચાલકની વિશેષ પુછપરછ હાથ ધરી છે. ઇજાગ્રસ્તો તમામ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે

કચ્છમાં માતાનામઢે દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવે છે. અને તેમની સુરક્ષા માટે તંત્ર દ્રારા જાહેરનામા પણ પ્રસિધ્ધ કરાય છે. પંરતુ દર વર્ષે બેફામ દોડતા વાહનો આવા જીવલેણ અકસ્માત સર્જે છે. ત્યારે કચ્છના આવા ઉત્સવ દરમ્યાન આવા બેફામ વાહનો પર કડક રોક લાગે તે જરૂરી છે. બનાવને પગલે કચ્છ સહિત મૃત્કના વતનમાં શોક ફેલાયો હતો.






