MALIYA (Miyana):માળિયા હાઈવે પર ટ્રકમાં ક્રુરતાપૂર્વક લઇ જવાતા પશુઓ સાથે એક ઈસમ ઝડપાયો
MALIYA (Miyana):માળિયા હાઈવે પર ટ્રકમાં ક્રુરતાપૂર્વક લઇ જવાતા પશુઓ સાથે એક ઈસમ ઝડપાયો
મોરબી-કચ્છ નેશનલ હાઈવે પર ઓનેસ્ટ ચેક પોસ્ટ પાસેથી ટ્રકમાં ૧૯ પાડાને ક્રુરતાપૂર્વક ભરીને જતા ઈસમને ઝડપી લઈને માળિયા પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
માળિયા (મી.) પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમીયાન ઓનેસ્ટ ચેક પોસ્ટ પાસે હાઈવે પરથી આઈસર ટ્રકને રોકી તાલપત્રી હટાવતા ટ્રકના ઠાઠામાં દયનીય હાલતમાં ૧૯ પાડા મળી આવ્યા હતા જેને ક્રુરતાપૂર્વક દોરડાથી બાંધી ઘાસચારા કે પાણીની વ્યવસ્થા ના રાખી પરિવહન કરતા હોવાથી પોલીસે આરોપી ઇમરાન ઇકબાલ શેખ રહે અમદાવાદ વાળાને ઝડપી લઈને પાડા નંગ ૧૯ કીમત રૂ ૪૭,૫૦૦ અને ટ્રક કીમત રૂ ૨ લાખ સહીત કુલ રૂ ૨,૪૭,૫૦૦ નો મુદામાલ જપ્ત કરી પાડાને ખાખરેચી પાંજરાપોળ ખાતે રાખવામાં આવ્યા છે અને માળિયા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે