ARAVALLIGUJARATMEGHRAJ

મેઘરજ : કસાણા ગ્રામ પંચાયતમાં અવિશ્વાસની ભૂકંપી હલચલ: સરપંચ અને ઉપ સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત દાખલ

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

મેઘરજ : કસાણા ગ્રામ પંચાયતમાં અવિશ્વાસની ભૂકંપી હલચલ: સરપંચ અને ઉપ સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત દાખલ

મેઘરજ તાલુકાની કસાણા ગ્રામ પંચાયતમાં આજે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે, જ્યાં સરપંચ કમળાબેન મનહરભાઈ ડામોર અને ડેપ્યુટી સરપંચ ભુપેદ્રભાઈ ગૌતમભાઈ રોત વિરુદ્ધ ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.આ અવિશ્વાસ દરખાસ્ત ગ્રામ પંચાયતના  સભ્યોમાંથી બહુમતિ સભ્યોના સાથ સાથે રજૂ કરવામાં આવી છે, જેમાં તિરસ્કારનો મુખ્ય આધાર વિકાસ કાર્યોમાં સંકલનનો અભાવ અને વહીવટની ભૂમિકામાં અસંતોષ છે.સભ્યોના આક્ષેપો અનુસાર વિકાસ કામો માટે સરપંચ અને ઉપ સરપંચની વચ્ચે તથા અન્ય સભ્યો સાથે યોગ્ય સહકાર મળી રહ્યો નથી.

સરપંચના પતિ વહીવટમાં દખલ આપે છે, જેના કારણે નિર્ણયમાં પારદર્શકતા અભાવ છે.અમલમાં આવેલા કામો માં ગુણવત્તાની ખૂબ જ ગંભીર ઉણપ જોવા મળી રહી છે.કસાણા ગામના સ્થાનિક રહેવાસીઓ અને રાજકીય વર્તુળોમાં પણ આ ઘટનાને લઈ ચર્ચા ગરમાઈ ગઈ છે, અને આગામી દિવસોમાં આ મામલો વધુ ઉંડાણમાં જશે એવી શક્યતા દેખાઈ રહી છે.

Back to top button
error: Content is protected !!