ભરૂચ જિલ્લામાં ફૂલ ગુલાબી ઠંડી:લોકોઓ વહેલી સવારે ધુમ્મસની મજા માણી, ઝાકળ પડતાં શિયાળુ પાકને ફાયદો થશે

સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લામાં ગુલાબી ઠંડી અનુભવાય હતી. તો બીજી તરફ ઝાકળ પણ પડેલી જોવા મળી હતી. ઠંડીના કારણે વહેલી સવારે તેમજ રાત્રિ દરમિયાન લોકો તાપણું કરી રહ્યા છે.સવારે ઝાકળ પડવાના કારણે શિયાળુ પાકને ફાયદો થશે. તેમજ હવામાન આગાહી મુજબ ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં માવઠું પડવાની શક્યતા છે .આમ જિલ્લાનું મહત્તમ તાપમાન 31 ડિગ્રી નોંધાયું શકે છે. જ્યારે ભેજનું પ્રમાણમાં વધારો થઈ 50 થી 75 ટકા રહશે.જ્યારે પવનની ગતિ 6 કિલોમીટર પ્રતિ કલાકની નોંધાશે.
જોકે હવામાનની આગાહી મુજબ આગામી પાચ દિવસમાં લઘુત્તમ તાપમાન 15 અને મહત્તમ તાપમાન 28 થી 29 ડિગ્રી રહેવાની શક્યતા સેવાઈ રહી છે. ઉલેખનીય છે કે,હાલ જિલ્લામાં ઠંડી મય માહોલ જોવા મળી રહ્યો છે.જેના કારણે લોકો વહેલી સવારે ગરમ કપડાં પહેરીને ઘરની બહાર નીકળી રહ્યા છે.તો બીજી તરફ ઠંડીના કારણે મોટા ભાગના ઘરો તેમજ ઓફિસમાં ચાલતા પંખા અને એસી પણ બંધ થઈ ગયા જોવા મળે છે.



