GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીમાં અસામાજિક તત્વો દ્વારા બહેનો પર થતી અસામાજિક ધટના વિરુદ્ધ કડક કાર્યવાહી ક૨વા ABVP દ્વારા આવેદનપત્ર
MORBI:મોરબીમાં અસામાજિક તત્વો દ્વારા બહેનો પર થતી અસામાજિક ધટના વિરુદ્ધ કડક કાર્યવાહી ક૨વા ABVP દ્વારા આવેદનપત્ર
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ 9 જુલાઈ 1949 થી વિધાર્થી હિત અને રાષ્ટ્રહિત ના કાર્યો કરતું વિશ્વ નું સૌથી મોટું વિધાર્થીઓનું સંગઠન છે.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા બહેનોની સલામતી માટે કલેક્ટર કચેરી તથા એસ.પી ઓફિસ ખાતે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું. નજીકના સમયમાં છાત્રાલય રોડ પાસે અસામાજિક તત્ત્વો દ્વારા બહેનો પર થતી છેડતીની ધટના અત્યંત નિંદનીય છે જેનાં વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ કન્યા શાળા તથા કૉલેજો પાસે પ્રવેશ તેમજ છૂટવાના સમયે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે તેવી અ.ભા.વિ.પ. મોરબી દ્વાર રજૂઆત કરવામાં આવી.