GUJARATMALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana):માળિયા તાલુકાના મહેન્દ્રગઢ ગામને એસટી બસની સુવિધા આપવા જીલ્લા કોંગ્રેસ પ્રમુખની માગ 

 

 

 

માળિયા તાલુકાના મહેન્દ્રગઢ ગામને એસટી બસની સુવિધા આપવાની માંગ સાથે મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ રાજકોટ એસટી ડેપો, ગ્રામ્ય વિભાગના નિયામકને લેખિત રજૂઆત કરી છે

જે રજૂઆતમાં જણાવ્યું છે કે મોરબી જીલ્લાના માળિયા તાલુકાના મહેન્દ્રગઢ ગામે એસટી બસની સુવિધાઓ અભાવ હોવાથી વિદ્યાર્થીઓ, ધંધાર્થીઓ અને ગ્રામજનોને અવરજવર કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે વિદ્યાર્થીઓ અને ધંધાર્થીઓ સમયસર પહોંચી સકતા નથી

મોરબી સરવડ વાયા મહેન્દ્રગઢ-સરવડનો ફેરો સવારના જે ઘણા સમયથી બંધ છે તે ચાલુ કરાવો અથવા સવારે 8 કલાકના સમયમાં પીપળીયા ચાર રસ્તા તરફનો અન્ય રૂટ સરવડ-મહેન્દ્રગઢ તરફ ચલાવો મોરબી-માળિયા ૩ : ૪૫ કલાકે ઉપડતો રૂટ ખુબ અનિયમિત ચાલે છે જેથી સરવડ અભ્યાસ માટે જતા મહેન્દ્રગઢના વિદ્યાર્થીઓને મુશ્કેલી પડતી હોવથી રૂટ સમયસર કરાવવો રાજકોટ-માળિયા બસ રૂટ વારંવાર કેન્સલ કરાય છે તથા સાંજે ખુબ મોડી ઉપાડે છે જે રૂટ સમયસર કરાવવો

Back to top button
error: Content is protected !!