Rajkot: ડિસ્ટ્રિક્ટ પૂર્ણા કન્સલ્ટન્ટ દ્વારા કિશોરીઓને રાજકોટ આઇ.ટી.આઇ. (ITI) ની મુલાકાત કરાવાઇ

તા.૨૮/૬/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ જિલ્લા વિકાસ અધિકારીશ્રી આનંદુ સુરેશ ગોવિંદના માર્ગદર્શન અને ICDS પ્રોગ્રામ ઓફિસરશ્રી જનકસિંહ ગોહિલના આયોજન અને અમલીકરણ હેઠળ ડિસ્ટ્રિક્ટ પૂર્ણા કન્સલ્ટન્ટ માલતીબેન પ્રજાપતિ દ્વારા કિશોરીઓને રાજકોટ આઇ.ટી.આઇ. (ITI) ની મુલાકાત કરવામાં આવી હતી.
કિશોરીઓએ ઔદ્યોગિક તાલીમ સંસ્થા, રાજકોટ દ્વારા ચાલતા કૂલ ૩૦ વિવિધ કોર્ષ દરમિયાન થયેલ ટેકનીકલ એકઝીબીશન- ૨૦૨૫ની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે ITI મા ચાલતા વિવિધ ટ્રેડ જેવા કે સુઇંગ ટેક્નોલોજી, હેર એન્ડ સ્કિન કેર, કોમ્પ્યુટર તેમજ હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરમાં ૮ થી ૧૦ પાસ કિશોરીઓને મેરીટ આધારે એડમિશન આપવામાં આવે છે.
આઇ.ટી.આઇ.માં વિદ્યાર્થીઓને વિવિધ સ્કીલ શીખવવામાં આવે છે અને કોર્સ પૂર્ણ થયા બાદ પ્લેસમેન્ટ માટે કંપનીઓ સાથે જોડવામાં આવે છે અને NCVT દિલ્હીનું સરકાર માન્ય સર્ટિફિકેટ આપવામાં આવે છે..
આ એક્ઝિબીશન દરમ્યાન સુઇંગ ટેક્નોલોજી ટ્રેડમાં તાલીમાર્થી દ્વારા લેડીસ વેર ગારમેન્ટ જેવા કે ચણિયા ચોળી, ફીશ કટ વન પીસ ડ્રેસ, કોર્ડ સેટ, કુર્તી તેમજ ન્યૂઝ પેપરનો ઉપયોગ કરીને બનાવેલ પાર્ટી વેર ફ્રોક ખૂબ જ આકર્ષક હતા. હેર એન્ડ સ્કિન કેર ટ્રેડમાં તાલીમ લઈ રહેલ કિશોરીઓ દ્વારા હલ્દી તેમજ વેડિંગ બ્રાઈડ તૈયાર કરવામાં આવી જે અત્યંત સુંદર લાગતી હતી. ૧૦૦ થી વધુ કિશોરીઓ દ્વારા બનાવેલ આ બધા પ્રોજેક્ટ અંતર્ગત ખૂબ જ સરસ મોડેલ તૈયાર કરવામાં આવ્યા હતા. તેમના નિર્દર્શનો કિશોરીઓએ રસપૂર્વક માણ્યા હતા. ITI માં વધુ કિશોરીઓ એડમિશન લે તેમના માટે ITI પ્રિન્સીપાલ શ્રી કે.બી.પટેલ અને એસ.સી.રાડિયા અને તેની ટીમે માર્ગદર્શન સાથે માહિતગાર કર્યા હતા.






