GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ક્લેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને નાર્કો કો-ઓર્ડીનેશન સેન્ટરની બેઠક યોજાઈ

તા.૮/૭/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

જિલ્લામાં ક્યાય ડ્રગ્સનું દૂષણ જોવા મળે તો કડક અને સખત કાર્યવાહી કરવા સુચના આપતા કલેકટરશ્રી ઓમ પ્રકાશ

Rajkot: રાજકોટ જિલ્લા ક્લેક્ટરશ્રી ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને રાજકોટ જિલ્લા કક્ષાની નાર્કો કો-ઓર્ડીનેશન સેન્ટરની બેઠક યોજાઈ હતી. આ તકે કલેકટરશ્રીએ વિવિધ વિભાગ દ્વારા ડ્રગ્સ વિરોધી કરેલી કામગીરીની સમીક્ષા હાથ ધરી ડ્રગ્સ, નશીલી દવાઓ તેમજ શાળા-કોલેજ આસપાસ તમાકુનું વેચાણકર્તા વેપારીઓ પર સખ્ત કામગીરી કરવા સૂચના આપી જિલ્લામાં ક્યાંય ડ્રગ્સનું દૂષણ જોવા મળે તો કડક અને સખત કાર્યવાહી કરવા અધિકારીઓને સૂચના આપી હતી.

કલેકટરશ્રીએ જે લોકો આ દુષણનો શિકાર બન્યા હોય તેઓ માટે વ્યસનમુક્તિકેન્દ્રનો ખાસ પ્રચાર પ્રસાર કરવા પણ સૂચના આપી હતી. અધિકારીઓને ડ્રગ્સ વિરોધી કામગીરી, જેમાં ડ્રગ્સના દૂષણને નાથવા યુવાનોમાં જાગૃતિ કેળવવા શાળા-કોલેજોમાં કેમ્પ યોજવા પર ખાસ ભાર મુક્યો હતો. ડ્રગ્સના દૂષણને સમાજમાંથી નાબૂદ કરવા સરકારશ્રી પણ ખાસ ભાર મુકી રહી છે, ત્યારે લોકોમાં તેમજ યુવાનોમાં જનજાગૃતિ ઝુંબેશનું પ્રમાણ વધારવા તેમણે જણાવ્યું હતું.

રાજકોટ જિલ્લામાં ક્યાય ગાંજા તેમજ અફીણનું વાવેતર જોવા મળે કે મેડિકલ સ્ટોરમાં પ્રિસ્ક્રિપ્શન વિના નશીલા સીરપના વેચાણ પર સઘન નિરીક્ષણ રાખી પરિણામલક્ષી કામગીરી કરવા તેમણે સૂચના આપી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનંદુ સુરેશ ગોવિંદ, જિલ્લા પોલીસ વડાશ્રી હિમકર સિંહ, નિવાસી અધિક કલેક્ટર શ્રી એ.કે. ગૌતમ, આસિસ્ટન્ટ કલેકટરશ્રી મહેક જૈન, પ્રાંત અધિકારીશ્રીઓ વગેરે વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!