MALIYA (Miyana) :માળિયા (મી.) પાવરગ્રીડના વાયર ચોરતી ગેંગ ઝડપાઈ: ૧૩.૫૦ લાખના કોપર વાયર સાથે બે શખ્સોની ધરપકડ

MALIYA (Miyana) :માળિયા (મી.) પાવરગ્રીડના વાયર ચોરતી ગેંગ ઝડપાઈ: ૧૩.૫૦ લાખના કોપર વાયર સાથે બે શખ્સોની ધરપકડ
મિલ્યામાં પાવરગ્રીડ લાઈનમાંથી વાયર ચોરી કરનાર ઈસમોને પોલીસે અંજીયાસર નજીકથી ઝડપી લઈને પોલીસે ૧૩.૫૦ લાખના કોપર વાયર અને વાહન કીમત રૂ ૪ લાખ સહીત કુલ રૂ ૧૭,૫૦,૦૦૦ નો મુદામાલ કબજે લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
માળિયા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન પાવરગ્રીડ લાઈનમાંથી વાયર ચોરીને અંજામ આપનાર ઈસમો હાલ અંજીયાસર ગામ ગાંડીવ કારખાના તરફ વાહન સાથે હોવાની બાતમી મળતા ટીમે વાહનચેકિંગ કામગીરી કરી હતી જેમાં બે ઈસમો ઇન્ટ્રા પીકઅપ જીજે ૧૨ સીટી ૧૪૦૮ વાળું લઈને નીકળ્યા હતા અને વાહનમાંથી વાયરનો શંકાસ્પદ જથ્થો મળી આવતા યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા ચોરી કર્યાની કબુલાત આપી હતી
માળિયા પોલીસે આરોપી અનીસ સલેમામદ મોખા અને મુસ્તાક હાજી મેર રહે બંને ભુજ વાળાને ઝડપી લઈને કોપર વાયર આશરે ૪૫૦૦ મીટર કીમત રૂ ૧૩,૫૦,૦૦૦ અને વાહન કીમત રૂ ૪ લાખ મળીને કુલ રૂ ૧૭,૫૦,૦૦૦ નો મુદામાલ જપ્ત કરી વધુ તપાસ ચલાવી છે










