MALIYA (Miyana):માળીયા હળવદ હાઈવે પર રોકડ રકમની લુંટ અને મોરબીમાથી બાઈક ચોરી કરનાર ત્રણ ઈસમો ઝડપાયા
MALIYA (Miyana):માળીયા હળવદ હાઈવે પર રોકડ રકમની લુંટ અને મોરબીમાથી બાઈક ચોરી કરનાર ત્રણ ઈસમો ઝડપાયા
માળીયા-હળવદ હાઇવે રોડ પર ટ્રક ડ્રાયવરને માર મારી ટ્રકની બે બેટરીઓ તથા રોક્ડ રકમની લુંટ ચલાવનાર તેમજ મોરબી કાંતીનગરમાંથી મોટર સાયકલની ચોરીના બે ગુનાઓનો ભેદ ઉકેલી ત્રણ આરોપીને લુંટ/ચોરીના ગુનામા ઉપયોગ કરેલ વાહન સહીત કુલ રૂપીયા ૯૩,૫૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડતી મોરબી ક્રાઇમ બ્રાંચ.
હળવદ માળીયા હાઇવે તુલશીવન પેટ્રોલપંપથી મામાલેમીનેટ નામના બંધ કારખાના વચ્ચે બનવા પામેલ છે. જે ગુનાના ફરીયાદી કીરણભાઈ બબાભાઇ રાવળદેવ રહે. રબારીવાસ ભરડવાગામ તા.સુઇગામ જી.બનાસકાંઠા વાળા છે. અને આરોપી તરીકે અજાણ્યા ઇસમો વિરૂધ્ધ ફરીયાદ જાહેર કરેલ કે ફરીયાદીની ટ્રકનુ ટાયર રાત્રીના સમયે ફાટી જતા ટ્રક રોડ ઉપર રાખી ફરીયાદી ટ્રકની કેબીન ઉપરસુતા હતા ત્યારે અજાણ્યા ઇસમો ફોર વ્હીલ કારમાં લાકડાનો ધોકો તથા પાના પકડ સાથે આવી ફરીની ટ્રક માંથી બે બેટરી ખોલત હતા ત્યારે ફરીયાદીએ તેમ કરવાની ના પાડતા આરોપીઓએ ફરીયાદીને લાકડાના ધોકા થી માર મારી ડરાવી ધમકાવી મારી નાખવાની ધમકી આપી ફરીયાદી પાસેથી રૂપીયા ૫,૦૦૦/- બળજબરીથી કઢાવી લુંટ કરી ટ્રકની બે બેટરીઓ સહીત કુલ રૂપીયા ૧૫૦૦૦/- ની લુંટ કરી લઇ ગયેલ હોવાની ફરીયાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયેલ.
તેમજ મોરબીનાં કાંતીનગર ચામુંડા સ્ટોર પાસે ફરીયાદીના રહેણાંક મકાન પાસે બનવા પામેલ છે. જે ગુનાના ફરીયાદી અસલમભાઇ તાજમહમદભાઇ સંઘવાણી રહે. મોરબી કાંતીનગર વાળા છે. અને આરોપી તરીકે અજાણ્યા ઇસમો વિરુદ્ધ ફરીયાદ નોંધાવેલ કે ફરીયાદીનુ કાળા કલરનું હીરોસ્પ્લેન્ડર પ્લસ ૨૦૨૫ મોડલનુ નંબર GJ,-36-AS- 9737 કિ.રૂ.૩૦,૦૦૦/- વાળુ ફરીયાદીએ પોતાના ઘરપાસે પાર્ક કરેલ હતુ ત્યાંથી અજાણ્યા ચોર ઇસમો ચોરી કરી લઇ ગયેલ હોવાની ફરીયાદ સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયેલ.
મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્વોડને ખાનગી રાહે બાતમી મળેલ કે, એક સફેદ કલરની જુની અલ્ટો કાર જેના નંબર GJ-03-CR- 7961 વાળી પાવડીયારી કેનાલ પાસેથી નીકળનાર છે. અને પાછળ એક નંબર પ્લેટ વગરનુ નવુ કાળા કલરનું હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલ નીકળનાર છે. જેમાં કારમાં બે ઇસમો બેઠેલા છે. અને હિરો સ્પ્લેન્ડર મોટર સાયકલ ઉપર એક ઇસમ બેઠેલ છે. એમ ત્રણેય ઇસમો આગળ પાછળ સાથે જેતપર રોડ ઉપર હરીપર બાજુથી પાવળીયારી કેનાલ તરફ આવી રહેલ છે. જે ઓ ત્રણેય ઇસમોએ આ લુંટ/ચોરીના ગુન્હાને અંજામ આપેલ હોવાની સચોટ બાતમી મળતા બાતમીવાળી જગ્યાએથી ત્રણ ઇસમો અયુબભાઇ અકબરભાઈ મોવર (ઉ.વ.૨૩) રહે.માળીયા(મી) વાગડીયા જાપા પાસે તા.માળીયા (મી), ગુલામ હુશેન ઉર્ફે ગુલ્લુ ઉંમરભાઇ સમાણી (ઉ.વ.૨૨) રહે.જુના રેલ્વે સ્ટેશન વાડા વિસ્તાર માળીયા મીયાણા અને ઇરફાનભાઇ ઇકબાલભાઇ સંઘવાણી (ઉ.વ.૧૯) રહે.જુના રેલ્વેસ્ટેશન વાડા વિસ્તાર માળીયા મીયાણાવાળાને લુંટ/ચોરીના ગુનામા ઉપયોગ કરેલ વાહન સહીત કુલ રૂપીયા ૯૩,૫૦૦/- ના મુદામાલ સાથે હસતગત કરી આગળની કાર્યવાહી કરવા માટે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મોકલી આપેલ છે.