MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana:માળીયા પીપળીયા સ્ટેટ હાઇવે પર (માળિયા ગામ પાસે) આવેલ પુલ પર ભારે વાહનો હવે અવર જવર કરી શકશે

 

MALIYA (Miyana:માળીયા પીપળીયા સ્ટેટ હાઇવે પર (માળિયા ગામ પાસે) આવેલ પુલ પર ભારે વાહનો હવે અવર જવર કરી શકશે

 

 

આ પુલ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકતા જાહેરનામાને રદ કરવા અન્ય જાહેરનામુ બહાર પડાયું

મોરબી માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ હસ્તકના માળીયા પીપળીયા સ્ટેટ હાઇવે પર (માળિયા ગામ પાસે) આવેલ પુલ પર ભારે વાહનોના પ્રતિબંધ બાબતના જાહેરનામાને રદ કરવા જિલ્લા મેજિસ્ટ્રેટરી કે.બી. ઝવેરી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામા અનુસાર માર્ગ અને મકાન વિભાગ હસ્તકના આલેખન વર્તુળ દ્વારા ૧૧ ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ ટેકનિકલ ઓપિનિયન રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે, જે રિપોર્ટ અનુસાર આ બ્રિજ પરથી ભારે વાહનોની અવરજવર થઈ શકે તેમ છે. જેથી હવે માળીયા પીપળીયા સ્ટેટ હાઇવે પર આવેલ આ પુલ પરથી ભારે વાહનોની અવરજવર કરી શકાશે.

Back to top button
error: Content is protected !!