ડો. પ્રફુલ નાયક ડાયરી પ્રેરણા રૂપ બની
28 ફેબુ્રઆરી જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
પ્રથમ તો ડો.પ્રફુલ્લ નાયક વિશે થોડી જાણકારી જે 1977 આસપાસ પાલનપુર ની જાણીતી વિદ્યા મંદિરમાં અભ્યાસ કરેલો દિલ્હી ગેટ વિસ્તારમાં તેમનો પરિવાર કોટ વાળી શેરીમાં પ્રજાપતિ વાસ માં ₹70 નું મકાન ભાડે રાખીને રહેતા આ પ્રફુલ્લ નાયક જીવનમાં આગળ વધવાની નેમ
સાથે જીવનમાં નાની મોટી પરિશ્રમ કરી દિવસો વિતાવ્યા પાલનપુર છોડ્યા બાદ ડોક્ટરી ડિગ્રી મેળવ્યા બાદ દેશ વિદેશ અનેક નીચોળ અનુભવ પસાર થયા હતાતેમને તબીબ દુનિયામાં ગાયનીક સેવામાં નામ રોશન કર્યું હતું. આજે તેમને જીવન દરમિયાન કેટલાક લેખો લખી આજના યુવાનોને પ્રેરણા રૂપ બન્યા છે૧૯૮૭-૮૮ની વાત એ વખતે હું MD ગાયનેકનાં પહેલાં વરસમાં હતો. એને હું જાણતો હતો અને એ મને જાણતી હતી પણ લગ્ન માટે હજી નક્કી ન હોતું થયુ પણ નક્કી થવું થવું થઈ રહ્યું હતું. મારા મામાજીની બેટી નાં લગ્ન મુબંઈમાં હતાં પણ ભાવી જમાઈ તરીકે મને જાન્યુઆરીની કંકોત્રી મળી, મારે જવું જ હતું કે ભાવી પત્નીને મળાય. જેમતેમ કરી અમારા HOD ની રજા લઈ, ૨-૩ દિવસ માટે ગુજરાત એક્સપ્રેસ નું બુકીંગ વીસ દિવસ પહેલાં મળી ગયું પણ ત્રણેક દિવસ મને મોઢે લકવો થઈ ગયો. આખું મોઢું એકબાજુ ખેંચાઈ જાય, એક બાજુની આંખ બંધ ન થાય, દાંતની પાછળ ચાવતા ખોરાક ભરાઈ જાય, દેખાવ વિચીત્ર થઈ ગયો. હવે લગ્નમાં જવું કેમ? પણ નક્કી કર્યુ કે લગ્નમાં હું જઈશ, આ હાલતમાં જઈશ અને રુબરુ પુછી કહી દઈશ કે તું મારી સાથે લગ્નનો વિચાર માંડી વાળ, બીજો સારો ડોક્ટર છોકરો શોધી લે જે નહીં તો હું તને શોધી આપીશ, આવા મોઢે લકવા વાળો, વિચિત્ર દેખાવવાળો તારા જેવી રુપાળી છોકરી સાથે નહીં મેળ પડે, શોભશે નહીં” અને હું ગયો અને પહેલાં અમે બંન્ને એકલાં બોરીવલી સ્ટેશન પર નાસ્તા માટે એક રેસ્ટોરેન્ટમાં અગાઊથી નક્કી કર્યા મુજબ મળ્યા. હું તો કપડાં પણ એકાદ જોડ લઈ ગયેલ કે ના પાડી ને પરત જ આવવાનું છે. ખબર અંતર પુછી મને કહે “ આ મોઢે શું થયું છે, મેં મોઢે વિંટાયેલ મફલર કાઢી ત્રાંસું થઈ ગયેલ મોં બતાવ્યું. અને કહ્યું મોઢે લકવો દસેક દિવસથી થયો છે અને બહુ જ ભારે મને કહ્યુ તું મને ના પાડી દે! આવા લકવા વાળા ત્રાંસમાં વાળા કરતાં સારા છોકરાંને પરણી જા. જો જરુર હશે તો હું મદદ કરીશ અને તરત જ ઝાટકા સાથે તે ઊભી થઈ ગઈ “ તે મને શું સમજે છે? તને લકવો પડ્યો તેવો મને પડ્યો હોત તો? લગ્ન પછી તરત આ લકવો મને કે તને પડે તો? તે કંઈ રીતે વિચાર્યુ કે હું આવા કારણસર બીજો છોકરો શોધું?તારે મારી સાથે લગ્ન કરવા હો તો કર બાકી હું આજીવન લગ્ન નહીં કરુ!” એકી શ્વાસે એ બોલી ગઈ. એની દ્રઢતા અને વિચાર જોઈ વહેલાંમાં વહેલાં મુર્હતે ૦૬.૦૩.૧૯૮૮ માં મેં ડો. જસ્મિના સાથે લગ્ન કરી લીધા પછી તો ચાર મહીને મારો મોઢાનો લકવો સંપુર્ણ મટી ગયો, કદાચ એની જ શ્રધ્ધા અને દ્રઢતા કામ કરી ગઈ. પણ એ વખતે દિલજીતી ગઈ.
ડો. પ્રફુલ્લ નાયક