MALIYA (Miyana) માળીયા (મિં.) પીપળીયા ચાર રસ્તા નજીકથી ભેળસેળ યુક્ત પેટ્રોલિયમ પ્રવાહીના જથ્થા સાથે બે ઝડપાયાં!
MALIYA (Miyana) માળીયા (મિં.) પીપળીયા ચાર રસ્તા નજીકથી ભેળસેળ યુક્ત પેટ્રોલિયમ પ્રવાહીના જથ્થા સાથે બે ઝડપાયાં!
રીપોર્ટ:- શ્રીકાંત પટેલ-મોરબી
મોરબી જિલ્લામાં આવેલા માળીયા (મિંયાણા) નાં પીપળીયા ચાર રસ્તા નજીક આવેલા ડેલામાંથી અનધિકૃત પેટ્રોલીયમ પ્રવાહી લીટર -૨૫૦૦ કિંમત રૂપિયા એક લાખ પંચોતેર હજાર તથા અન્ય મુદામાલ મળીને કુલ કિંમત રૂપિયા બોતેર લાખ પચ્ચીસ હજાર નાં મુદામાલ સાથે બે શખ્સો ને મોરબી એલસીબી પોલીસે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી એલસીબી પોલીસ સ્ટાફને સયુંકતમાં ખાનગી રાહે બાતમી મળેલ કે પીપળીયા ચોકડીથી આગળ રાધેક્રિષ્ના હોટલ પાછળ આવેલ પોતાના ડેલામાં આરોપી ધર્મેશભાઇ ઉર્ફે હકાભાઇ બાબુભાઇ ચાવડા રહે.હાલ મોરબી વાળા ગેરકાયદેસર અનધિકૃત રીતે ઇન્ડસ્ટ્રીયલ ઓઇલના નામે ભળતા ભેળસેળ યુકત જ્વલનશીલ પેટ્રોલીયમ પ્રવાહીનો જથ્થો નાના ટેંકરમાં ભરી બહારથી આવતી ટ્રકોમાં ભરી આપે છે. અને હાલે આ પ્રવૃતિ ચાલુ છે જે બાતમીના આધારે પીપળીયા ચોકડીથી માળીયા (મિંયાણા) તરફ જતા રસ્તે આવેલ તેના ડેલામાં રેઇડ કરતા બીલ આધારપુરાવા વગરના કુલ કિંમત .રૂ. ૭૨, ૨૫,૦૦૦/- ના મુદામાલ સાથે બે ઇસમો મળી આવતા બી.એન.એસ. એસ. કલમ-૧૦૬(૧) મુજબ કબજે કરી માળીયા(મિંયાણા) પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.