GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ રાજકોટનાં ૭૦૦ જેટલા સાધકો માટે વિપશ્યના પરિચય શિબિર યોજાઈ
તા.૧૦/૯/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ કોચ, ટ્રેનર્સ અને ૭૦૦થી વધુ યોગ સાધકો માટે રાજકોટનાં રંગપુર સ્થિત ધમ્મકોટ ખાતે વિપશ્યના પરિચય શિબિર યોજાઈ હતી.
આ શિબિરમાં ૭૦૦થી વધારે સાધકો બે ગ્રુપમાં જોડાયા હતા. વિપશ્યના પરિચય કેન્દ્રમાં ડો.વાઘવાણીએ વિપશ્યના વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. તેમણે સૌપ્રથમ આનાપાન કરાવી તેનું મહત્ત્વ સમજાવ્યું હતુ. ત્યારબાદ તેમણે વિપશ્યના સાધનાનાં ફાયદા જણાવ્યા હતા. રાજકોટ મહાનગરપાલિકાના કો-ઓર્ડીનેટર્સ દ્વારા આ શિબિરનું સંકલન કરાયું હતું.