GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના વનાળીયા ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતાં પાંચ ઈસમો ઝડપાયા

MORBI:મોરબીના વનાળીયા ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતાં પાંચ ઈસમો ઝડપાયા

 

 

મોરબી તાલુકાના વનાળીયા ગામે વાડીની ઓરડીમાંથી જુગાર રમતા કુલ-૦૫ ઇસમોને રોકડા રૂપીયા- ૩૪,૨૦૦/- ના મુદામાલ સાથે મોરબી ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયા છે.

મોરબી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડ સ્ટાફને સયુક્તમાં બાતમી મળેલ કે, અભરામભાઇ મુસાભાઈ લુઢર રહે.વનાળીયા તા.જી.મોરબી વાળો જે વનાળીયા ગામના ગણેશભાઇ ગંગારામભાઇ દેકાવાડીયા વાળાની વનાળીયા ગામે ઉંડો માર્ગ તરીકે ઓળખાતી સીમમાં આવેલ વાડી વાવે છે અને તે વાડીની ઓરડીમાં બહારથી માણસો બોલાવી તીન પતીનો જુગાર રમી રમાડી નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે. જે બાતમીના આધારે મોરબી તાલુકાના વનાળીયા ગામે આવેલ ઉંડા માર્ગ તરીકે ઓળખાતી આરોપીના કબ્જા ભોગવટા વાળી વાડીની ઓરડીમાં રેઇડ કરતા કુલ-૦૫ ઇસમો અભરામભાઇ મુસાભાઇ લુઢર રહે.વનાળીયા, યુનીસભાઇ હાજીભાઇ કાળા રહે. વનાળીયા તા.જી.મોરબી મોરબી, પ્રગ્નેશભાઇ ગોવીંદભાઇ પરમાર રહે.નવા સાદુળકા તા.જી.મોરબી, મગનભાઇ ભુરાભાઇ વિરસોડીયા રહે.લક્ષ્મીનગર તા.મોરબી જી.મોરબી, ભરતભાઇ પરબતભાઇ અમૃતીયા રહે. મોરબી દરબારગઢ સ્વામીનારાયણ શેરી તા.જી. મોરબીવાળાને રોકડ રૂ.૩૪,૨૦૦/- નો મુદામાલ સાથે ઝડપી પાડી તમામ ઇસમો વિરૂધ્ધ જુગારધારા કલમ-૪,૫ મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.

Back to top button
error: Content is protected !!