GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ક્લેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને નેશનલ વાયરલ હિપેટાઈટીસ કમીટીની બેઠક યોજાઈ

MORBI:મોરબી ક્લેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને નેશનલ વાયરલ હિપેટાઈટીસ કમીટીની બેઠક યોજાઈ

 

 

મોરબી ક્લેક્ટરશ્રી કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને નેશનલ વાયરલ હિપેટાઈટીસ કમીટીની બેઠક યોજાઈ હતી. આ મીટીંગમાં નેશનલ વાયરલ હિપેટાઈટીસ કંટ્રોલ કાર્યક્રમ અંતર્ગત આવતા તમામ ઈન્ડીંકેટરની સમિક્ષા કરવામાં આવી હતી.

નેશનલ વાયરલ હિપેટાઈટીસ કંટ્રોલ કાર્યક્રમ અંતર્ગત દરેક હેલ્થ ફેસેલીટી ખાતે રજીસ્ટર્ડ થયેલ તમામ સગર્ભાનું NVHCP અંતર્ગત હિપેટાઈટીસનું સ્ક્રિનિંગ પૂર્ણ કરવા તથા જેમાં રિએક્ટિવ જે હાઇરીસ ANC હોય તેની તમામની ડીલેવરી હાયર સેન્ટર પર થાય તે માટે સુનિશ્ચિત કરવા માટે સુચના આપવામાં આવી હતી.

તમામ હિપેટાઈટીસ રિએક્ટીવ સગર્ભાથી જન્મ થયેલ બાળકને ૨૪ કલાકમાં HBIG વેકસીન નિ:શુલ્ક મળી રહે તે મુજબની વ્યવસ્થા કરવામાં આવે છે. આ ઉપરાંત જો પ્રાઇવેટમાં ડીલવરી થાય તો પણ સરકારશ્રી દ્વારા HBgAs + ANC ને અંદાજીત રૂ. ૪૦૦૦/- થી ૫૦૦૦/- નું HBIG ઇન્જેક્શન ફ્રી આપવામાં આવે છે જેની માટે કોઈ પણ દર્દી આ ઇન્જેક્શન માટે બાકી ન રહી જાય તે બાબતે તકેદારી રાખવા તાકિદ કરવામાં આવી હતી.

તમામ બ્લડ બેન્કમાં જે બ્લડ ક્લેક્ટ કરવામાં આવેલ છે તે દરેકના હિપેટાઈટીસ ટેસ્ટ કરવામાં આવે તેમાંથી જે ક્લાઈન્ટ હિપેટાઈટીસ પોઝીટીવ આવે તે દરેક ક્લાઈન્ટને ART સેન્ટર સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવે, દરેક ડોનરના વાઈરલ લોડ ટેસ્ટીંગ થઈ જાય તે ખાસ તે સુનિશ્ચિત કરવા તેમજ જે ટ્રીટમેન્ટ માટે એલીજીબલ હોય તે દરેક દર્દી ટ્રીટમેન્ટ સેન્ટર સુધી સારવાર માટે પહોંચે અને કાર્યક્રમ અન્વયે આપવામાં આવતી તમામ સેવાઓ મેળવે તે બાબત સુનિશ્ચિત કરવાની કામગીરી કરવા જણાવવામાં આવ્યું હતું.

આ તકે જિલ્લા ક્ષય અધિકારીશ્રી દ્વારા નેશનલ વાયરલ હિપેટાઈટીસ કંટ્રોલ કાર્યક્રમ અંતર્ગત હાલ સુધી થયેલ તમામ કામગીરી વિષે વિસ્તૃતમાં પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, સિવીલ સર્જનશ્રી, આર.એમ.ઓ., માઈક્રો બાયોલોજીસ્ટ સિવિલ હોસ્પિટલ, જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના તમામ અધિકારીશ્રી, જેલ સુપ્રીટેન્ડેન્ટશ્રી, દિશા યુનિટ તથા નવજીવન, અનમોલ, સમગ્ર પ્રોજેક્ટ મોરબીના કર્મચારીઓ ઉપસ્થીત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!