MALIYA (Miyana):માળીયાના ખાખરેચી ગામે રહેણાંક મકાનમાંથી જુગાર રમતા 8 પતા પ્રેમીઓ ઝડપાયા
MALIYA (Miyana):માળીયાના ખાખરેચી ગામે રહેણાંક મકાનમાંથી જુગાર રમતા 8 પતા પ્રેમીઓ ઝડપાયા
માળીયા મિંયાણા પોલીસ સ્ટેશનના ખાખરેચી ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા આઠ ઇસમોને રોકડ રૂ.૬૭,૭૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપીઓને માળીયા મીંયાણા પોલીસે ઝડપી પાડયા છે.
માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનનાસ્ટાફને સંયુકતરાહે મળેલ બાતમી બાતમીના આધારે માળીયા (મિં) તાલુકાના ખાખરેચી ગામે જયેન્દ્રસિંહ ભુરૂભા જાડેજાના રહેણાંક મકાને જુગાર અંગે રેઇડ કરતા રેઇડ દરમ્યાન કુલ-૦૮ ઇસમો (૧)સુરેશભાઇ જગજીવનભાઈ પારેજીયા (ઉ.વ.૪૨), રહે. ખાખરેચી, તા.માળીયા (મિં), (૨)દિનેશભાઇ લખમણભાઇ વરસડા (ઉ.વ.૫૫), રહે. અણીયારી, તા.જી.મોરબી, (૩)ચેતનભાઇ કાંતિલાલ પારેજીયા (ઉ.વ.૩૮), રહે. રવાપર ઘુનડા રોડ, બાલાજી ફલેટ નં.૪, મોરબી, (૪)મનસુખભાઇ મુળજીભાઇ હુલાણી (ઉ.વ.૫૩), રહે. ખાખરેચી, તા.માળીયા (મિં), (૫)પ્રવિણભાઇ પ્રભુભાઇ કાલરીયા/ (ઉ.વ.૫૦), રહે. રોહિશાળા, તા.માળીયા (મિં), (૬)કમલેશભાઇ ભાણજીભાઇ માકાસણા (ઉ.વ.૪૦), રહે. ખાખરેચી, તા.માળીયા (મિં), (૭)જીતુભાઇ ધીરજભાઈ પારેજીયા (ઉ.વ.૪૨), રહે. રવાપર રોડ, ગજાનંદ સોસાયટી, ફલેટ નં.૩૦૨, તા.જી. મોરબી, (૮)જયેન્દ્રસિંહ ભુરૂભા જાડેજા ઉ.વ.૪૨, રહે. ખાખરેચી, તા.માળીયા (મિં) વાળાને રોકડ રકમ રૂ. ૬૭,૭૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.