૮૭- વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં વરિષ્ઠ અને દિવ્યાંગો નાગરિકોના મત લેવા ઘરે ઘરે પહોંચ્યું ચૂંટણીતંત્ર
પ્રત્યેક વોટ માટે પ્રતિબદ્ધતા : વરિષ્ઠ અને દિવ્યાંગ નાગરિકોએ કર્યું ઘરે બેઠા મતદાન

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : ભારતીય ચૂંટણી પંચ એક પણ નાગરિક મતાધિકારના ઉપયોગથી વંચિત ન રહે તે માટે પ્રતિબદ્ધ છે, ૮૭- વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં પણ ૮૫ + વય ધરાવતા વરિષ્ઠ મતદારો અને દિવ્યાંગોના મત લેવા માટે આજે ચૂંટણીતંત્ર ઘરે ઘરે પહોંચ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા એ હોમ વોટીંગ દરમિયાન ખાસ મતદાનની ગુપ્તતા જળવાઈ રહે તેની પણ વિશેષ કાળજી લેવા સૂચના આપી હતી. હોમ વોટીંગની સુવિધા માટે વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગો એ ઘર બેઠા મતદાન કરવા માટેનું ફોર્મ રજૂ કર્યું હતું. જે પૈકી ૧૩૧ મતદારોએ હોમ વોટીંગ કર્યું હતું.





