MALIYA (Miyana): માળિયાના બગસરા ગામે નીલગાયનો શિકાર: અજાણ્યા શિકારીઓ બંદૂકની અણીએ શિકાર કરી ફરાર

MALIYA (Miyana): માળિયાના બગસરા ગામે નીલગાયનો શિકાર: અજાણ્યા શિકારીઓ બંદૂકની અણીએ શિકાર કરી ફરાર
માળિયા મિયાણા તાલુકાના બગસરા ગામે આજે વહેલી સવારે શિકારની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગામના તળાવના પાછળના ભાગમાં અજાણ્યા શિકારીઓ દ્વારા એક નીલગાય (રોઝ)નો શિકાર કરવામાં આવ્યો હોવાની વિગતો મળી રહી છે.
બગસરા ગામના એક જાગૃત નાગરિકને આ બાબતની જાણ થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. ત્યાં તપાસ કરતા નીલગાયનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ નીલગાયના શરીર પર બંદૂકના નિશાન અને ગળાના ભાગે છરીના ઘા જોવા મળ્યા હતા. શિકારીઓ આ ક્રૂર કૃત્ય કરીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હોવાનું જણાય છે.
આ ઘટનાને પગલે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. વન વિભાગ અને સ્થાનિક તંત્ર આ મામલે કડક કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠી છે. વહેલી સવારે બનેલી આ ઘટનાથી વન્યજીવોની સુરક્ષા સામે ફરી એકવાર પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું થયું છે.








